Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ઋષિ કપૂરે કર્યો ખુલાસો, કેમ થયા હતા હૉસ્પિટલમાં દાખલ...

ઋષિ કપૂરે કર્યો ખુલાસો, કેમ થયા હતા હૉસ્પિટલમાં દાખલ...

04 February, 2020 02:34 PM IST | Mumbai Desk

ઋષિ કપૂરે કર્યો ખુલાસો, કેમ થયા હતા હૉસ્પિટલમાં દાખલ...

ઋષિ કપૂરે કર્યો ખુલાસો, કેમ થયા હતા હૉસ્પિટલમાં દાખલ...


વેટરન એક્ટર ઋષિ કપૂરની તબીયત ખરાબ થયા બાદ છેલ્લે કેટલાક દિવસથી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હવે ઋષિ કપૂર ડિસ્ચાર્જ થઇ ગયા છે અને મુંબઇ પોતાના ઘરે આવી ગયા છે. તેમણે કારણનો પણ ખુલાસો કર્યો છે કે તે ફરી હૉસ્પિટલમાં દાખલ કેમ થયા હતા.

ઋષિએ ટ્વીટ કરીને સ્થિતિ સ્પષ્ટ કરી છે. તેમણે લખ્યું છે કે, "પ્રિય પરિવારજનો, મિત્રો, શત્રૂઓ અને ફૉલોઅર્સ... મારા સ્વાસ્થ્યને લઈને તમારા બધાંની ચિંતાથી હું ખૂબ જ ભાવુક છું. તમારો આભાર. હું છેલ્લા 18 દિવસથી દિલ્હીમાં શૂટિંગ કરી રહ્યો હતો અને પ્રદૂષણ અને ન્યૂટ્રોફિલ્સની સંખ્યા ઘટી જવાને કારણે, મને ઇન્ફેક્શન થઈ ગયું હતું, જેને કારણે મને હૉસ્પિટલમાં દાખલ થવું પડ્યું."




મને તાવ પણ હતો. ડૉક્ટર્સને તપાસમાં એક પૅચ મળ્યો, જેનાથી ન્યૂમોનિયા થઈ શકતું હતું. આની જાણ થતાં જ સારવાર કરી લેવામાં આવી. એવું લાગે છે કે લોકોએ કંઇક બીજું જ વિચારી લીધું હતું. તે બધાંની સ્ટોરીઝનું ખંડન કરતાં તમને બધાંને મનોરંજન પૂરું પાડવાની આશા રાખું છું. તમને બધાંને ઘણો બધો પ્રેમ. હવે હું મુંબઇમાં છું.


2018માં ઋષિ કપૂરને કેન્સરની ખબર પડી, જેના પછી લગભગ એક વર્ષ ન્યૂયોર્કમાં રહ્યા હતા, અને તેમની સારવાર કરાવવામાં આવી. ઋષિ કપૂર ગયા વર્ષે ભારત પાછાં ફર્યા. ઋષિ કપૂરના ફિલ્મની કરિઅરની વાત કરીએ તો ગયા વર્ષે ડિસેમ્બરમાં તે ધ બૉડીમાં જોવા મળ્યા હતા, જેમાં લીડ રોલ ઇમરાન હાશ્મીએ ભજવ્યું હતું.

આ પણ વાંચો : happy birthday Urmila matondkar: જુઓ અભિનેત્રીની કેન્ડિડ અને કૂલ તસવીરો...

ઋષિ કપૂર હવે દીપિકા પાદુકોણની બીજી હોમ પ્રૉડક્શન ફિલ્મમાં દેખાશે, જે હોલીવુડ ફિલ્મ ધ ઇન્ટર્નનું ઇન્ડિયન એડેપ્ટેશન છે. આ ફિલ્મમાં ઋષિ કપૂર હોલીવુડ દિગ્ગજ રૉબર્ટ ડિનીરોવાળું પાત્ર ભજવશે, તો દીપિકા એન હેથવેના પાત્રમાં દેખાસે. દીપિકાએ તાજેતરમાં જ આ ફિલ્મની જાહેરાત કરી છે. ઋષિ કપૂર અને દીપિકા આ પહેલા લવ આજકલમાં કામ કરી ચૂક્યા છે.

Whatsapp-channel Whatsapp-channel

04 February, 2020 02:34 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK