ઋષિ કપૂર ભારત પરત ફરીને સૌથી પહેલા પહોંચ્યા મિત્રને મળવા

Updated: Sep 12, 2019, 15:36 IST

આશરે એક વર્ષ ન્યૂયોર્કમાં કેન્સરનું ઈલાજ કરાવીને ફિલ્મ અભિનેતા ઋષિ કપૂર ભારત પરત ફર્યા છે. ભારત ફરતાની સાથે મિત્રને મળવા તેમના ઘરે પહોંચ્યા હતાં.

ઋષિ કપૂર (Rishi Kapoor) છેલ્લા એક વર્ષથી ન્યુયોર્કમાં કેન્સરનું ઈલાજ કરાવી રહ્યા હતા. કેન્સરનો ઇલાજ પુરો થયા બાદ અભિનેતા ભારત પરત ફર્યા છે. ઋષિ કપૂરના ભારત આવવાની રાહ ફિલ્મી સ્ટાર્સની સાથે ફેન્સ પણ આતુરતાથી જોઈ રહ્યાં હતાં. ભારત પરત ફરતાની સાથે જ તેમના પરિવારે તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. ભારત આવવાની ખુશીમાં રણબીર અને પુત્રી રિદ્ધિમાંએ ઘર સજાવ્યુ હતું. ઋષિ કપૂર ભારત પોતાના ઘરે પહોંચ્યા બાદ તેમને મળવા માટે સ્ટાર્સની અવર જવર શરૂ થઈ ગઈ છે. પરંતુ ઋષિ કપૂર તેમના મિત્રને મળવા પહોંચ્યા છે.

ઋષિ કપૂર ભારત ફરતાની સાથે મિત્રને મળવા તેમના ઘરે પહોંચ્યા હતાં. ઋષિ કપૂરે ભારત ફરતા સૌથી પહેલા તેમના મિત્રને મળ્યાં. તેમના આ મિત્ર છે. નિલ નિતિન મુકેશના પિતા નિતિન મુકેશ. નીલે તેના ટ્વિટર હેન્ડલ પર કેટલાક ફોટોઝ શૅર કર્યા હતાં જેમા ઋષિ કપૂર તેમના પરિવાર સાથે નજર આવ્યા હતાં.

ફોટો ટ્વીટ કરતા નીલે એક સરસ કેપ્શન આપ્યું હતું. તેમણે લખ્યું હતું કે, નવી તેના બન્ને દાદા સાથે. ચિન્ટુ અંકલ અમારા ઘરે ગણપતિ દર્શન માટે પહોંચ્યા હતાં. અમે બધા તેમને મળીને ખુશ થયા. ચિન્ટુ અંકલ તમારૂ ફરીવાર સ્વાગત છે. ભગવાનની કૃપા તમારી પર બની રહે.

આ પણ વાંચો: PM મોદીએ કર્યા વરૂણ ધવનની ફિલ્મ કુલી નંબર 1 ટીમના વખાણ

છેલ્લા 1 વર્ષથી ન્યુયોર્કમાં કેન્સરની સારવાર કરાવતા ઋષિ કપૂર હવે ભારત પરત ફર્યા છે. ઋષિ કપૂર મંગળવારે ભારત પરત ફર્યા. ઋષિ કપૂરના ચાહકો તેમના ભારત આવવાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા. અને એક વર્ષ પછી તેમની આ રાહ જોવાનો સિલસિલો પૂરો થવાનો હતો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK