Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ઇન્ટરનૅશનલ ઑડિયો સિરીઝ ધ એમ્પાયરનો પાર્ટ બની રસિકા દુગ્ગલ

ઇન્ટરનૅશનલ ઑડિયો સિરીઝ ધ એમ્પાયરનો પાર્ટ બની રસિકા દુગ્ગલ

06 March, 2021 02:49 PM IST | Mumbai
Harsh Desai | harsh.desai@mid-day.com

ઇન્ટરનૅશનલ ઑડિયો સિરીઝ ધ એમ્પાયરનો પાર્ટ બની રસિકા દુગ્ગલ

હર્ષ દેસાઈ

હર્ષ દેસાઈ


રસિકા દુગ્ગલ હાલમાં જ ઇન્ટરનૅશનલ ઑડિયો સિરીઝ ‘ધ એમ્પાયર’નો પાર્ટ બની છે. ‘લૂટકેસ’, ‘મિર્ઝાપુર’ સિરીઝ અને ‘અ સૂટેબલ બૉય’ જેવા પ્રોજેક્ટમાં પોતાની ઇમેજ બનાવ્યા બાદ તે હવે ઇન્ટરનૅશનલ પ્રોજેક્ટમાં કામ કરતી જોવા મળશે. તેણે બીબીસી રેડિયો 2 માટે ચૅનલ એક્સ પ્રોડક્શનની ઑડિયો સિરીઝ ‘ધ એમ્પાયર’ સાઇન કરી છે. આ કૉમેડી ઑડિયો સિરીઝને સાત માર્ચે રિલીઝ કરવામાં આવશે. આ શો રાજાશાહી સમયના ઇન્ડિયામાં બેઝ્ડ છે જેમાં દાર્જીલિંગના ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટને તેમની નવી પોસ્ટ સંભાળવામાં તકલીફ પડતી હોય છે. આ શોમાં રસિકાએ સપનાના પાત્ર માટે અવાજ આપ્યો છે. આ શોમાં તેની સાથે સ્ટીફન ફ્રાય, ઍલેક્ઝાન્ડર ઓવેન, અનુવબ પાલ અને મિશેલ ગોમેઝ જેવી ઇન્ટરનૅશનલ સેલિબ્રિટીએ પણ અવાજ આપ્યો છે. ૧૯૧૧ના સમયની વાત કરવામાં આવી છે જેમાં સપનાને એકદમ ઇન્ટેલિજન્ટ અને ચપળ દેખાડવામાં આવી છે. આ વિશે વાત કરતાં રસિકાએ કહ્યું હતું કે ‘અનુવબ પાલની સ્ક્રિપ્ટ મેં જ્યારે વાંચી ત્યારે હું ખૂબ જ હસી રહી હતી. હું ત્રણ મહિનાના ઇન્ટેન્સ ડ્રામા સિરીઝના શૂટિંગમાંથી આવી હતી અને મને કૉમેડીની જરૂર હતી. સ્ટીફન ફ્રાય, ઍલેક્ઝાન્ડર ઓવેન, અનુવબ પાલ અને મિશેલ ગોમેઝ જેવા ઍક્ટર્સ સાથે કામ કરવું મારા માટે ગર્વની વાત છે. અમે બધા ઝૂમ કૉલ પર વાતો કરતાં હતાં અને દુનિયાના વિવિધ ખૂણામાં બેસીને સ્ટુડિયોમાં રેકૉર્ડિંગ કરતાં હતાં. ખૂબ જ ટૅલન્ટેડ લોકોના અવાજને સાંભળવા મારા માટે ખૂબ જ મોટી વાત છે.’


Whatsapp-channel Whatsapp-channel

06 March, 2021 02:49 PM IST | Mumbai | Harsh Desai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK