Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > બાળપણમાં કંઈક આવું તોફાન કરતા હતા રણવીરસિંહ, જુઓ ફોટોઝ

બાળપણમાં કંઈક આવું તોફાન કરતા હતા રણવીરસિંહ, જુઓ ફોટોઝ

25 September, 2019 02:10 PM IST | મુંબઈ

બાળપણમાં કંઈક આવું તોફાન કરતા હતા રણવીરસિંહ, જુઓ ફોટોઝ

બાળપણમાં કંઈક આવું તોફાન કરતા હતા રણવીરસિંહ, જુઓ ફોટોઝ


બોલીવુડના સુપરસ્ટાર રણવીરસિંહ હંમેશા પોતાના લૂકને લઈ ચર્ચામાં રહે છે. કેટલીકવાર જાહેરમાં રણવીરસિંહ એવું કરી બેસે છે, જેને કારણે પણ તે સમાચરમાં ચમકે છે. એવી ચર્ચા પણ છે કે રણવીરસિંહ સ્ટાર બન્યા બાદ આ પ્રકારની તોફાન મસ્તી કરે છે. પરંતુ એવું નથી, રણવીરસિંહ બાળપણથી જ આવા છે. આ વાતનો પુરાવો છે, તેમના બાળપણા ફોટા જેમાં પણ તે તોફાન કરતા દેખાઈ રહ્યા છે. આવો જ એક ફોટો ખુદ રણવીરસિંહે પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે.

રણવીરસિંહે પોતાના બાળપણનો એક ફોટ શૅર કર્યો છે, જેમાં તે ડ્રેક્યુલા બનવાની કોશિશ કરી રહ્યા છે. રણવીરસિંહનો આ ફોટો ફેન્સને ખૂબ જ ગમી રહ્યો છે. એટલું જ નહીં ફેન્સ તેના પર કમેન્ટ પણ કરી રહ્યા છે. આ ફોટો શૅર કરવાની સાથે રણવીરસિંહે કોઈ કેપ્શન નથી આપ્યું, પરંતુ એક ડરામણું ઈમોજી જ મૂક્યુ છે.



 
 
 
View this post on Instagram

?

A post shared by Ranveer Singh (@ranveersingh) onSep 24, 2019 at 3:00pm PDT


આ ફોટો પર એક્ટ્રેસ અદિતી રાવ હૈદરીની સાથે સાથે સિદ્ધાર્થ કપૂરે કમેન્ટ કરી છે. આ ઉપરાંત ફેન્સ પણ આ ફોટો પર ધોધમાર કમેન્ટ કરી રહ્યા છે. કોઈ નૉટી તો કોઈ ક્યૂટ જેવા ટેગ આપી રહ્યા છે. ફોટોમાં દેખાય છે કે રણવીરસિંહે મોઢામાં નકલી દાંત બનાવવા માટે કંઈક ફસાવ્યુ છે અને કોઈને ડરાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ફોટો પરથી સમજી શકાય છે કે રણવીરસિંહ બાળપણમાં કેટલા મસ્તીખોર હતા.


 
 
 
View this post on Instagram

?? all good in the hood ?

A post shared by Ranveer Singh (@ranveersingh) onAug 21, 2019 at 6:18pm PDT

જો રણવીરસિંહના વર્કફ્રંટની વાત કરીએ તો એક્ટર હાલ ફિલ્મ 83ની તૈયારીમાં લાગેલા છે, અને હમણાં જ લંડનમાં શૂટિંગ કરીને પાછા ફર્યા છે. આ ફિલ્મ વર્ષ 1983ના ક્રિકેટ વર્લ્ડ કપ પર આધારિત છે, જેમાં રણવીરસિંહ કપિલ દેવનું પાત્ર ભજવી રહ્યા છે. તો કપિલ દેવની પત્ની રોમીનું પાત્ર દીપિકા પાદુકોણ ભજવશે. ઉલ્લેખનીય છે કે લગ્ન બાદ બંને પહેલીવાર એક જ ફિલ્મમાં સાથે દેખાશે.

Whatsapp-channel Whatsapp-channel

25 September, 2019 02:10 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK