સૂર્યવંશીના આ સીનમાં અક્ષય, રણવીર અને અજય દેખાશે એક સાથે, જુઓ તસવીરો...

Published: Dec 28, 2019, 14:52 IST | Mumbai Desk

રોહિત શેટ્ટીની ફિલ્મ સૂર્યવંશીનું એક સીન શૅર કરવામાં આવ્યું છે, જેમાં અક્ષય કુમાર, રણવીર સિંહ અને અજય દેવગન એક સાથે દેખાય છે.

રોહિત શેટ્ટી સિંઘમ અને સિંબા પછી હવે ટૂંક સમયમાં જ અક્ષય કુમાર સ્ટારર વધુ એક ધમાકેદાર ફિલ્મ સૂર્યવંશી લઈને આવી રહ્યો છે. આજે રોહિત શેટ્ટીની ફિલ્મ સિંબાની રિલીઝને એક વર્ષ પૂરું થઈ ગયું છે. આ ખાસ અવસરે રોહિત શેટ્ટીની ફિલ્મ સૂર્યવંશીનું એક સીન શૅર કરવામાં આવ્યું છે, જેમાં અક્ષય કુમાર, રણવીર સિંહ અને અજય દેવગન એક સાથે દેખાય છે.

તાજેતરમાં જ ફિલ્મમેકર કરણ જોહરે પોતાના ટ્વીટર અકાઉન્ટ પરથી રોહિત શેટ્ટીના કૉપ યૂનિવર્સનો એક વીડિયો શૅર કરવામાં આવ્યો છે. આ વીડિયો શૅર કરતાં કરણે લખ્યું છે કે, આ આથી મોટું ન થઈ શકે, રોહિતના કૉપ યૂનિવર્સ સિંબા, સિંઘમ અને સૂર્યવંશીમાં ત્રણગણું એક્શન, ત્રણગણું ફન અને એન્ટરટેઇન્મેન્ટ, દાવો છે અને આ ત્રણ સુપર કૉપ્સ સાથે સિંબા ફિલ્મનું એકવર્ષ સેલિબ્રેટ કરી રહ્યા છે.

શૅર કરવામાં આવેલી આ પોસ્ટમાં રોહિત શેટ્ટીની આગામી ફિલ્મ સૂર્યવંશીનો સૌથી જબરજસ્ત સીન બતાવવામાં આવ્યો છે, જેમાં રોહિત શેટ્ટીના સુપર કૉપ્સ અક્ષય કુમાર, અજય દેવગન અને રણવીર સિંસ સાથે દેખાય છે. રોહિત શેટ્ટીના કૉપ યૂનિવર્સના ત્રણે હીરો પોલીસ ઑફિસરના યુનિફોર્મમાં સતત ગોળીઓ ચલાવી રહ્યા છે. એક સીનમાં ત્રણે મેગા સ્ટાર્સને સાથે જોવું દરેક ફેન માટે ખુશખબર છે.

રોહિત શેટ્ટીની ફિલ્મ સૂર્યવંશી 27 માર્ચ 2020માં સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર સાથે કેટરીના કૅફ પણ લીડ રોલ ભજવતી દેખાવાની છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મમાં અક્ષય કુમાર અને રવીના ટંડન પર ફિલ્માવવામાં આવેલા બ્લૉકબસ્ટર ગીત ટિપ-ટિપ બરસા પાનીને પણ રીક્રિએટ કરવામાં આવશે. આ પહેલા ફિલ્મ સિંબામાં પણ આંખ મારે ગીતને રણવીર સિંહ અને સારા અલી ખાન પર ફિલ્માવવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : આ તસવીરોથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે આ ગુજરાતી અભિનેત્રી

જણાવીએ કે આજે રણવીર સિંહ અને સારા અલી ખાન સ્ટારર ફિલ્મ સિંબાને એક વર્ષ પૂરું થઈ ગયું છે. આ ફિલ્મમાં રણવીર સિંહે પોલીસવાળાની ભૂમિકા ભજવી હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK