વાઈરલ વીડિયો ફેમ રાનુ મંડલે હિમેશ રેશમિયાની ફિલ્મ માટે ગાયુ ગીત

મુંબઈ | Aug 23, 2019, 11:36 IST

લતા મંગેશકરનું ગીત ગાઈને રાતોરાત સ્ટાર બની ચૂકેલી રાનૂ મંડલે હવે સિંગર અને કમ્પોઝ હિમેશ રેશમિયાને પોતાની આગલી ફિલ્મમાં ગીત ગવડાવ્યું છે. રાનુ મંડલ રિયાલિટી શો સુપરસ્ટાર સિંગર નામના શોમાં પણ દેખાવાના છે.

વાઈરલ વીડિયો ફેમ રાનુ મંડલે હિમેશ રેશમિયાની ફિલ્મ માટે ગાયુ ગીત
રાનુ મંડલ અને હિમેશ રેશમિયા

લતા મંગેશકરનું ગીત ગાઈને રાતોરાત સ્ટાર બની ચૂકેલી રાનૂ મંડલે હવે સિંગર અને કમ્પોઝ હિમેશ રેશમિયાને પોતાની આગલી ફિલ્મમાં ગીત ગવડાવ્યું છે. રાનુ મંડલ રિયાલિટી શો સુપરસ્ટાર સિંગર નામના શોમાં પણ દેખાવાના છે.

હિમેશ રેશમિયાએ આ મામલે વાત કરતા કહ્યું કે,'સલમાન ખાનના પિતા સલીમ ખાને તેમને એક વખત સલાહ આપી હતી કે જ્યારે પણ તમે કોઈ પ્રતિભાશાળી વ્યક્તિને મળો ત્યારે તેને ક્યારેય જવા ન દેતા અને તે વ્યક્તિને પોતાની પ્રતિભાના દમ પર આગળ વધવામાં મદદ કરજો.'

હિમેશ રેશમિયાએ આગળ વાત કરતા કહ્યું,'મારી આજે રાનૂજી સાથે મુલાકાત થઈ અને મને લાગે છે કે તેમના પર ભગવાનની કૃપા છે. તેમનો ગીત ગાવાનો અંદાજ વધુ શાનદાર છે. હું તેમના માટે જે કરી શકુ છું, તે કરીશ. તેમને ભગવાને આશીર્વાદ આપ્યા છે. જેને આખી દુનિયા સુધી પહોંચડાવાની આવશ્યક્તા છે. મારી ફિલ્મમાં તેમની પાસે ગીત ગવડાવીને મને લાગે છે કે હું તેમનો અવાજ લોકો સુધી પહોંચાડવાની કોશિશ કરીશ.' ઉલ્લેખનીય છે કે હિમેશ રેશમિયાની ફિલ્મ હેપ્પી હાર્ડી એન્ડ હીર ટૂંક સમયમાં રિલીઝ થવાની છે. અને રાનૂ મંડલ આ જ ફિલ્મમા ગાઈ રહી છે.

આ પણ વાંચોઃ Montu ni Bittuના પ્રીમિયરમાં આ અંદાજમાં દેખાયા સ્ટાર્સ

રાનૂ મંડલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો, જેમાં તેઓ લતા મંગેશકરનું ફેમસ ગીત 'એક પ્યાર કા નગમા હૈ' ગાઈ રહ્યા હતા. બાદમાં તેમને ઘણા પ્રસ્તાવ મળ્યા. આ વીડિયો વાઈરલ થયા બાદ રાનૂ મંડલની પુત્રી પણ 10 વર્ષે માતાને મળી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK