રંગોલી ચંડેલે કરણ જોહરને કહ્યું: તું તો કંગનાથી દૂર જ રહેજે

Published: Jan 30, 2020, 11:54 IST | Mumbai

કંગના રનોટને યોગ્ય કોઈ ફિલ્મ હશે તો તેને કૉલ કરશે એ‍વું કરણ જોહરે જણાવતાં રંગોલી ચંડેલે કહ્યું...

રંગોલી ચંડેલે કરણ જોહર પર કર્યા તીખા પ્રહાર
રંગોલી ચંડેલે કરણ જોહર પર કર્યા તીખા પ્રહાર

કરણ જોહરે તાજેતરમાં જ જણાવ્યુ હતું કે જો તેની પાસે કંગના રનોટને યોગ્ય કોઈ ફિલ્મ હશે તો તેને જરૂરથી કૉલ કરશે. કરણનાં આ નિવેદન પર કંગનાની બહેન રંગોલી ચંડેલે કરણને તેનાંથી દૂર રહેવાની સલાહ આપી છે. હાલમાં જ કંગના સાથેનાં સંબંધોને લઇને કરણ જોહરે કહ્યું હતું કે તેને જ્યારે પણ કંગનાને લાયક કોઈ સ્ક્રિપ્ટ મળશે ત્યારે તે તેને ફોન કરશે.

જોકે કરણની આ વાત કંગનાની બહેન રંગોલીનાં ગળે નથી ઉતરી. કરણની નિંદા કરતાં ટ્‍‍વિટર પર રંગોલીએ ટ્વીટ કર્યું હતું કે ‘કરણ જોહર જી વાત તો એવી રીતે કરી રહ્યા છે જાણે કે ફોન કરવાથી કંગના આવી જ જાય છે. ભાઈ સાબ તમારા અને મારા કહેવા પર કંઈ નથી થતું, કંગનાને તો સ્ક્રિપ્ટ જોઈએ છે. શું તમારી પાસે એનાં લાયક કોઈ સ્ક્રિપ્ટ હશે? કરણ જોહરની ફિલ્મ ‘અય દિલ હૈ મુશ્કિલ’ કંગનાએ જોઈ હતી, તેણે કહ્યું હતું કે કૅન્સર પૅશન્ટની કીમોથેરેપી ચાલી રહી છે. આમ છતાં તેનો પીછો કરનારો એક છોકરો તેની સાથે જબરદસ્તી કરે છે અને કહે છે કે હવે તો મારી બની જા તને કૅન્સર છે. આ જોઈને કંગના થોડા સમય માટે શૉક થઈ ગઈ હતી. કરણ જોહરજી જો આવી કોઈ સ્ક્રિપ્ટ લઈને આવશો તો તમને તો ભગવાન પણ બચાવી નહીં શકે. પ્લીઝ કંગનાથી દૂર રહો, એમાં જ સૌની ભલાઈ છે.’

આ પણ વાંચો : જોઈ લો શાબાશ મિઠ્ઠુની તાપસી પન્નુને

બ્રહ્માસ્ત્રનાં સેટ પર શાહરુખ ખાનની એનર્જી ગજબની હતી : કરણ જોહર

કરણ જોહર મુજબ ‘બ્રહ્માસ્ત્ર’માં શાહરુખ ખાનની ઍનરજી અદ્ભુત હતી. આ ફિલ્મમાં શાહરુખ નાનકડી ભૂમિકામાં જોવા મળવાનો છે. તેણે પોતાનાં રોલનું શૂટિંગ પણ પૂરું કરી લીધું છે. કરણ જોહરે આ ફિલ્મને પ્રોડ્યુસ કરી છે અને અયાન મુખરજીએ ડિરેક્ટ કરી છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને મૌની રૉય લીડ રોલમાં જોવા મળશે. શાહરુખે ‘ઝીરો’ બાદ અન્ય કોઈ ફિલ્મ સાઇન નથી કરી. જોકે તેનાં પાત્ર વિશે ખુલાસો કરવાનું કરણે ચોખ્ખુ ના પાડી દીધું છે. તેણે માત્ર એટલું જ કહ્યું હતું કે આલિયા, રણબીર અને અયાનની સાથે તે શાહરુખનો આભાર માને છે કે તેણે આ રોલ સ્વીકાર્યો. સાથે જ કહ્યું હતું કે સેટ પર શાહરુખ ખાન ગજબની એનર્જી લઈને આવતો હતો. ફિલ્મની રિલીઝની તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK