Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સલમાનની ફિલ્મ રાધેના સેટ પર રણદીપ હુડ્ડા થયો ઇજાગ્રસ્ત

સલમાનની ફિલ્મ રાધેના સેટ પર રણદીપ હુડ્ડા થયો ઇજાગ્રસ્ત

03 December, 2019 07:58 PM IST | Mumbai Desk

સલમાનની ફિલ્મ રાધેના સેટ પર રણદીપ હુડ્ડા થયો ઇજાગ્રસ્ત

સલમાનની ફિલ્મ રાધેના સેટ પર રણદીપ હુડ્ડા થયો ઇજાગ્રસ્ત


બોલીવુડ એક્ટર રણદીપ હુડ્ડા ફિલ્મ રાધેઃ યોર મોસ્ટ વૉન્ટેડ ભાઈના શૂટિંગ દરમિયાન ઇજાગ્રસ્ત થયો છે. આ ફિલ્મમાં તે વિલનનું પાત્ર ભજવી રહ્યો છે. જણાવીએ કે રાધે સલમાન ખાન સ્ટારર ફિલ્મ છે.

રિપોર્ટ પ્રમાણે આ ઘટના બે દિવસ પહેલા થઈ હતી. રણદીપ રાધેના શૂટિંગ દરમિયાન એક એક્શન સીન કરી રહ્યો હતો. દરમિયાન તે ઇજાગ્રસ્ત થયો છે. રણદીપ હુડ્ડાને તરત જ કોકિલાબેન ધીરુભાઇ અંબાણી હૉસ્પિટલ લઈ જવામાં આવ્યો. હવે રણદીપ હૉસ્પિટલમાંથી પાછો આવી ગયો છે. તેનું સ્વાસ્થ્ય પણ સારું છે. હૉસ્પિટલમાંથી કેટલીક તસવીરો પણ આવી છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ છે. આમાં રણદીપ હુડ્ડા એક વ્હીલ ચેર પર બેઠેલો દેખાય છે.




રાધેમાં છે અનેક સ્ટન્ટ સીન્સ
કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મના એક્શન સિક્વેન્સ ડિઝાઇન કરવા માટે સલમાન ખાને સ્પેશિયલ કોરિયન સ્ટન્ટ ટીમ સાઇન કરી છે. ફિલ્મમાં 4-5 એક્શન સીન્સ થવાના છે. રાધે 2020ની ઇદ પર રિલીઝ થશે. આ ફિલ્મમાં દિશા પટણી અને જેકી શ્રૉફ પણ મુખ્ય ભૂમિકા ભજવતા દેખાશે. રાધેને પ્રભુદેવા ડાયરેક્ટ કરી રહ્યા છે.


આ પણ વાંચો : આટલી ખૂબસૂરત છે બિગ બૉસ 13ની વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી Madhurima Tuli, જુઓ તસવીરો

કેટલીય ફિલ્મોમાં દેખાશે રણદીપ
ફિલ્મોની વાત કરીએ તો રણદીપ હુડ્ડા ટૂંક સમયમાં જ ઇમ્તિયાઝ અલીની ફિલ્મ 'આજ કલ'માં દેખાશે. આ ફિલ્મમાં કાર્તિક આર્યન અને સારા અલી ખાન પણ છે. આ સિવાય રણદીપ 'રેટ ઑન અ હાઇવે'માં પણ દેખાશે. આ ફિલ્મમાં તેની સાથે 'મુક્કાબાઝ'ની અભિનેત્રી ઝોયા હુસેન હશે. રણદીપ મીરા નાયરની વેબ સીરિઝ 'એ સુટેબલ બૉય'માં પણ મુખ્ય પાત્ર ભજવી રહ્યો છે.

Whatsapp-channel Whatsapp-channel

03 December, 2019 07:58 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK