Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રણબીર કપૂરે મહેશ ભટ્ટ પાસેથી માંગ્યો દીકરી આલિયાનો હાથ!

રણબીર કપૂરે મહેશ ભટ્ટ પાસેથી માંગ્યો દીકરી આલિયાનો હાથ!

12 August, 2019 10:53 AM IST | મુંબઈ

રણબીર કપૂરે મહેશ ભટ્ટ પાસેથી માંગ્યો દીકરી આલિયાનો હાથ!

રણબીર કપૂરે મહેશ ભટ્ટ પાસેથી માંગ્યો દીકરી આલિયાનો હાથ!

રણબીર કપૂરે મહેશ ભટ્ટ પાસેથી માંગ્યો દીકરી આલિયાનો હાથ!


રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નની સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે. બોલીવુડના ક્યૂટ કપલમાંથી બંને એક છે અને બોલીવુડના ગલિયારાઓમાંથી ખબર આવી રહી છે કે બંને જલ્દી જ લગ્નના બંધનમાં બંધાઈ જશે. અહેવાલો તો એવા પણ મળી રહ્યા છે કે રણબીર કપૂરે આલિયાના પાપા મહેશ ભટ્ટ સાથે વાતચીત કરી છે અને અટકળો લગાવવામાં આવી છે કે જલ્દી જ રણબીર અને આલિયાના લગ્નની કંકોત્રી સૌની સામે આવી શકે છે.

અને ફિલ્મી વેબસાઈટના અનુસાર રણબીરે ન માત્ર મહેશ ભટ્ટ સાથે મુલાકાત કરી છે પરંતુ આલિયાનો લગ્ન માટે હાથ પણ માંગ્યો છે. અહેવાલો અનુસાર રણબીર-મહેશ ભટ્ટની મુલાકાત લગ્ન તરફ આગળ વધારેલું એક કદમ હોઈ શકે છે. એ પણ કહેવામાં આવી રહ્યું છે કે આવતા વર્ષે એટલે કે 2020માં બંને લગ્નના બંધનમાં બંધાઈ શકે છે.

RANBIR AND ALIA



જો કે અનેક વાર બંનેને લગ્નને લઈને અહેવાલો આવી ચુક્યા છે. પરંતુ ભટ્ટ કે કપૂર ખાનદાનમાંથી કોઈને કોઈ તેને ફગાવી દે છે. પહેલા ખબરો હતી રે ઋષિ કપૂરના ભારત પાછા ફરવાની સાથે જ બંને લગ્નના બંધનમાં બંધાઈ જશે. જો કે, બાદમાં રણબીર અને આલિયાએ જ તેનો ઈન્કાર કર્યો હતો. બાદમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે, આલિયએ સબ્યસાચીને લગ્ન માટેના લહેંગાનો પણ ઓર્ડર આપી દીધો છે. જો કે આ અહેવાલોને પણ નકારવામાં આવ્યા હતા.


 
 
 
View this post on Instagram

I walk. I look. I see. I stop. I photograph.. Hello Ji - Fuji Instax ??

A post shared by Alia ? (@aliaabhatt) onJun 16, 2019 at 1:19am PDT


જણાવી દઈએ કે રણબીર અને આલિયા હાલ પોતાની ફિલ્મ બ્રહ્માસ્ત્રના શૂટિંગમાં વ્યસ્ત છે, જે આવતા વર્ષે ગર્મીઓમાં રિલીઝ થવાની છે. કપલની સેટ પરથી પણ તસવીરો સામે આવતી રહે છે, જે બંને વચ્ચેની કેમેસ્ટ્રી બતાવે છે.


આ પણ જુઓઃ સંઘર્ષથી સફળતા સુધીઃ જાણો 'જયકા યાજ્ઞિક'ની સફરને

Whatsapp-channel Whatsapp-channel

12 August, 2019 10:53 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK