સંઘર્ષથી સફળતા સુધીઃ જાણો 'જયકા યાજ્ઞિક'ની સફરને

Updated: Aug 09, 2019, 13:24 IST | Falguni Lakhani
 • તમને યાદ છે 'વૉસ્સ અપ ઝિંદગી', .આપણે તો ધીરૂભાઈ' જેવી ગુજરાતી ફિલ્મોમાં ચમકેલી ખૂબસૂરત અભિનેત્રી. એ છે વડોદરાની જયકા યાજ્ઞિક.

  તમને યાદ છે 'વૉસ્સ અપ ઝિંદગી', .આપણે તો ધીરૂભાઈ' જેવી ગુજરાતી ફિલ્મોમાં ચમકેલી ખૂબસૂરત અભિનેત્રી. એ છે વડોદરાની જયકા યાજ્ઞિક.

  1/27
 • દિલથી ગુજરાતી એવી આ યુવતીની કહાની લોકોને ઈન્સ્પાયર કરે તેવી છે. એક સામાન્ય શરમાળ છોકરીમાંથી અભિનેત્રી સુધીની તેમની સફર પણ ઉતાર ચડાવથી ભરપુર રહી છે.

  દિલથી ગુજરાતી એવી આ યુવતીની કહાની લોકોને ઈન્સ્પાયર કરે તેવી છે. એક સામાન્ય શરમાળ છોકરીમાંથી અભિનેત્રી સુધીની તેમની સફર પણ ઉતાર ચડાવથી ભરપુર રહી છે.

  2/27
 • જયકાના પિતા કૃપાદેવ યાજ્ઞિકને એક્ટિંગનો શોખ હતો. તેમના ઘરમાં નાટકના રિહર્સલ થતા હતા. વડોદરામાં નાટક આવે તે જોવા માટે જયકાને તેમના પિતા લઈ જતા હતા. બસ એ જોઈને જયકાને થઈ ગયું હતું કે તેને પણ એક્ટર જ બનવું છે.

  જયકાના પિતા કૃપાદેવ યાજ્ઞિકને એક્ટિંગનો શોખ હતો. તેમના ઘરમાં નાટકના રિહર્સલ થતા હતા. વડોદરામાં નાટક આવે તે જોવા માટે જયકાને તેમના પિતા લઈ જતા હતા. બસ એ જોઈને જયકાને થઈ ગયું હતું કે તેને પણ એક્ટર જ બનવું છે.

  3/27
 • બાળક તરીકે જયકા એકદમ શરમાળ અને ઈન્ટ્રોવર્ટ હતા. એટલા બધા કે તેમને કોઈની સામે વાત કરવામાં પણ શરમ આવે.

  બાળક તરીકે જયકા એકદમ શરમાળ અને ઈન્ટ્રોવર્ટ હતા. એટલા બધા કે તેમને કોઈની સામે વાત કરવામાં પણ શરમ આવે.

  4/27
 • Gujaratimidday.com સાથે વાત કરતા એ દિવસોને યાદ કરતા જયકા કહે છે કે, તે એટલી શરમાળ હતી કે તે ભરતનાટ્યમ શીખતી હતી. અને જો કોઈને ડાન્સ બતાવવાનું કહે તો પણ તેને શરમ આવતી હતી.

  Gujaratimidday.com સાથે વાત કરતા એ દિવસોને યાદ કરતા જયકા કહે છે કે, તે એટલી શરમાળ હતી કે તે ભરતનાટ્યમ શીખતી હતી. અને જો કોઈને ડાન્સ બતાવવાનું કહે તો પણ તેને શરમ આવતી હતી.

  5/27
 • અત્યારે જેવા જયકા યાજ્ઞિક દેખાય છે તેવા તેઓ બાળપણથી નહોતા. બાળપણમાં તેઓ શરીરે ભરાવદાર હતા. અને એકદમ સીધા સાદા હતા.

  અત્યારે જેવા જયકા યાજ્ઞિક દેખાય છે તેવા તેઓ બાળપણથી નહોતા. બાળપણમાં તેઓ શરીરે ભરાવદાર હતા. અને એકદમ સીધા સાદા હતા.

  6/27
 • જયકા કહે છે કે, મારા પિતરાઈઓમાં નાનપણથી જ ટેલેન્ટ હતું. પરંતુ મને જોઈને કોઈને એવું નહોતું લાગતું કે હું કાઈ ખાસ કરીશ.

  જયકા કહે છે કે, મારા પિતરાઈઓમાં નાનપણથી જ ટેલેન્ટ હતું. પરંતુ મને જોઈને કોઈને એવું નહોતું લાગતું કે હું કાઈ ખાસ કરીશ.

  7/27
 • પરિવાર અને આસપાસના લોકોને એવું હતું કે તે ગ્રેજ્યુએશન કરશે અને લગ્ન કરીને ઠરીઠામ થઈ જશે.

  પરિવાર અને આસપાસના લોકોને એવું હતું કે તે ગ્રેજ્યુએશન કરશે અને લગ્ન કરીને ઠરીઠામ થઈ જશે.

  8/27
 • જયકા જ્યારે કોલેજમાં આવ્યા ત્યારે તેમણે પપ્પાને કહ્યું કે તેમને અભિનેત્રી બનવું છે. પરંતુ ત્યારે તેમના પિતાએ તેમને ના પાડી. તેમને વિશ્વાસ નહોતો કે જયકા મુંબઈ જઈને સર્વાઈવ કેમ કરશે.

  જયકા જ્યારે કોલેજમાં આવ્યા ત્યારે તેમણે પપ્પાને કહ્યું કે તેમને અભિનેત્રી બનવું છે. પરંતુ ત્યારે તેમના પિતાએ તેમને ના પાડી. તેમને વિશ્વાસ નહોતો કે જયકા મુંબઈ જઈને સર્વાઈવ કેમ કરશે.

  9/27
 • પપ્પાએ કહ્યું હતું કે મુંબઈમાં તને બીજા દિવસે કામમાંથી કાઢી મુકશે, તો મમ્મીને તો આશા જ નહોતી કે તેમને કોઈ ભૂમિકા મળશે.

  પપ્પાએ કહ્યું હતું કે મુંબઈમાં તને બીજા દિવસે કામમાંથી કાઢી મુકશે, તો મમ્મીને તો આશા જ નહોતી કે તેમને કોઈ ભૂમિકા મળશે.

  10/27
 • જો કે જયકા દ્રઢ હતા. તેમને ખબર હતી કે તેમને અભિનયના ક્ષેત્રમાં જ જવું છે. એટલે તેમણે મુંબઈ યુનિ.માં માસ્ટર્સ ઈન થીએટર આર્ટ્સ કરવાનો નિર્ણય કર્યો.

  જો કે જયકા દ્રઢ હતા. તેમને ખબર હતી કે તેમને અભિનયના ક્ષેત્રમાં જ જવું છે. એટલે તેમણે મુંબઈ યુનિ.માં માસ્ટર્સ ઈન થીએટર આર્ટ્સ કરવાનો નિર્ણય કર્યો.

  11/27
 • આ કોર્સ માટે આખા દેશમાંથી 25 લોકો જ સિલેક્ટ થાય છે. જ્યારે જયકાએ આ વાત તેમના પિતાને જણાવી તો તેમણે હા પાડી.

  આ કોર્સ માટે આખા દેશમાંથી 25 લોકો જ સિલેક્ટ થાય છે. જ્યારે જયકાએ આ વાત તેમના પિતાને જણાવી તો તેમણે હા પાડી.

  12/27
 • થયું એવું કે જયકા સિલેક્ટ થઈ ગયા અને એડમિશન મળી ગયું. કોઈને વિશ્વાસ નહોતો આવતો. પણ બાદમાં તેમને કોઈએ અટકાવ્યા નહીં.

  થયું એવું કે જયકા સિલેક્ટ થઈ ગયા અને એડમિશન મળી ગયું. કોઈને વિશ્વાસ નહોતો આવતો. પણ બાદમાં તેમને કોઈએ અટકાવ્યા નહીં.

  13/27
 • આખરે જયકા મુંબઈ આવ્યા અને બે વર્ષ હોસ્ટેલમાં રહ્યા. એ સમય એવો હતો જ્યારે એક ઓવર પેમ્પર્ડ ચાઈલ્ડને બધુ જાતે કરવાનો વારો આવ્યો.

  આખરે જયકા મુંબઈ આવ્યા અને બે વર્ષ હોસ્ટેલમાં રહ્યા. એ સમય એવો હતો જ્યારે એક ઓવર પેમ્પર્ડ ચાઈલ્ડને બધુ જાતે કરવાનો વારો આવ્યો.

  14/27
 • કોર્સ પૂર્ણ થયો અને જયકાને એક કાર્યક્રમમાં એન્કરિંગ કરવાનો મોકો મળ્યો. અને ત્યાં નિસર્ગ ત્રિવેદીએ તેમને જોયા.

  કોર્સ પૂર્ણ થયો અને જયકાને એક કાર્યક્રમમાં એન્કરિંગ કરવાનો મોકો મળ્યો. અને ત્યાં નિસર્ગ ત્રિવેદીએ તેમને જોયા.

  15/27
 • એ જ સમયે વિદ્યુતભાઈ જેમણે નરસિંહ મહેતા સીરિયલ બનાવી છે. તેના માટે તેઓ એક્ટર્સની શોધ કરી રહ્યા છે. નિસર્ગ ત્રિવેદીએ તેમને જયકાના નામની ભલામણ કરી

  એ જ સમયે વિદ્યુતભાઈ જેમણે નરસિંહ મહેતા સીરિયલ બનાવી છે. તેના માટે તેઓ એક્ટર્સની શોધ કરી રહ્યા છે. નિસર્ગ ત્રિવેદીએ તેમને જયકાના નામની ભલામણ કરી

  16/27
 • વિદ્યુતભાઈએ જયકાને કહ્યું કે તેઓ 10 મિનિટ માટે વડોદરા સ્ટેશન આવે છે. ત્યાં આવીને મળી જાય. જયકા એન્કરિંગ પુરુ કરીને વડોદરા સ્ટેશન ગયા પણ ખરા.

  વિદ્યુતભાઈએ જયકાને કહ્યું કે તેઓ 10 મિનિટ માટે વડોદરા સ્ટેશન આવે છે. ત્યાં આવીને મળી જાય. જયકા એન્કરિંગ પુરુ કરીને વડોદરા સ્ટેશન ગયા પણ ખરા.

  17/27
 • નરસિંહ મહેતા ધારાવાહિકમાં જયકાએ તેમના પુત્રવધુની ભૂમિકા નિભાવી હતી. અને ત્યારથી તેમણે પાછું વળીને નથી જોયું.

  નરસિંહ મહેતા ધારાવાહિકમાં જયકાએ તેમના પુત્રવધુની ભૂમિકા નિભાવી હતી. અને ત્યારથી તેમણે પાછું વળીને નથી જોયું.

  18/27
 • જયકાએ આપણે તો ધીરૂભાઈ, વૉટ્સએપ ઝિંદગી જેવી ગુજરાતી ફિલ્મો મેઈન લીડ તરીકે કરી છે.

  જયકાએ આપણે તો ધીરૂભાઈ, વૉટ્સએપ ઝિંદગી જેવી ગુજરાતી ફિલ્મો મેઈન લીડ તરીકે કરી છે.

  19/27
 • સાથે જ તેમણે મોન્જોય મુખર્જીની ફિલ્મ પણ કરી છે. જેમાં તેઓ મુખ્ય જોડીઓમાંથી એક હતા.

  સાથે જ તેમણે મોન્જોય મુખર્જીની ફિલ્મ પણ કરી છે. જેમાં તેઓ મુખ્ય જોડીઓમાંથી એક હતા.

  20/27
 • જયકાએ અનુપમ ખેર સાથે 'વન ડે' ફિલ્મ કરી છે. જેમાં જયકાએ તેમની દીકરીની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં કામ કરવાનો અનુભવ તેમના માટે ખૂબ જ સારો રહ્યો હતો.

  જયકાએ અનુપમ ખેર સાથે 'વન ડે' ફિલ્મ કરી છે. જેમાં જયકાએ તેમની દીકરીની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં કામ કરવાનો અનુભવ તેમના માટે ખૂબ જ સારો રહ્યો હતો.

  21/27
 • જયકાએ અમિતાભ બચ્ચન સાથે બે જાહેરાતો કરી છે. અને તેમણે હેમા માલિની સાથે પણ જાહેરાત કરી છે.

  જયકાએ અમિતાભ બચ્ચન સાથે બે જાહેરાતો કરી છે. અને તેમણે હેમા માલિની સાથે પણ જાહેરાત કરી છે.

  22/27
 • અમિતાભ બચ્ચન સાથે કામ કરવાના અનુભવને જયકા પોતાના જીવનનો સૌથી શ્રેષ્ઠ અનુભવ ગણાવે છે.

  અમિતાભ બચ્ચન સાથે કામ કરવાના અનુભવને જયકા પોતાના જીવનનો સૌથી શ્રેષ્ઠ અનુભવ ગણાવે છે.

  23/27
 • જયકા કહે છે કે, આ મુકામ પર પહોંચવા માટે તેને સંઘર્ષ કરવો પડ્યો છે. પરંતુ જ્યારે તે પોતાના પિતાની આંખમાં તેના માટે ગૌરવ જુએ છે ત્યારે તેને થાય છે કે તેનો નિર્ણય સાચો હતો.

  જયકા કહે છે કે, આ મુકામ પર પહોંચવા માટે તેને સંઘર્ષ કરવો પડ્યો છે. પરંતુ જ્યારે તે પોતાના પિતાની આંખમાં તેના માટે ગૌરવ જુએ છે ત્યારે તેને થાય છે કે તેનો નિર્ણય સાચો હતો.

  24/27
 • જયકાને એવી ભૂમિકાઓ કરવી છે જેમાં તેમને કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવાનો મોકો મળે. જેમાં તે તેની અભિનય ક્ષમતાને બતાવી શકે.

  જયકાને એવી ભૂમિકાઓ કરવી છે જેમાં તેમને કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવાનો મોકો મળે. જેમાં તે તેની અભિનય ક્ષમતાને બતાવી શકે.

  25/27
 • જયકા યાજ્ઞિક કામ માટે મોટાભાગે મુંબઈ રહે છે પરંતુ નવરાત્રિ દરમિયાન તેઓ વડોદરાને જરૂર મિસ કરે છે. અને વડોદરામાં ગરબા માટે જવાનો પ્રયાસ કરે છે.

  જયકા યાજ્ઞિક કામ માટે મોટાભાગે મુંબઈ રહે છે પરંતુ નવરાત્રિ દરમિયાન તેઓ વડોદરાને જરૂર મિસ કરે છે. અને વડોદરામાં ગરબા માટે જવાનો પ્રયાસ કરે છે.

  26/27
 • પોતાની લાઈફ વિશે જયકા કહે છે કે, મારી સફર આસાન નહોતી. પરંતુ પડકારોનો સામનો કરવાની શક્તિ આપણી અંદર જ હોય છે. સમસ્યા આવે તો તેના સમાધાન પર ધ્યાન કેન્દ્રિત કરો. અને સફળતા તમને જરૂર મળશે.

  પોતાની લાઈફ વિશે જયકા કહે છે કે, મારી સફર આસાન નહોતી. પરંતુ પડકારોનો સામનો કરવાની શક્તિ આપણી અંદર જ હોય છે. સમસ્યા આવે તો તેના સમાધાન પર ધ્યાન કેન્દ્રિત કરો. અને સફળતા તમને જરૂર મળશે.

  27/27
 • loading...

ફોટોઝ વિશે

જયકા યાજ્ઞિક...એક ઉમદા અભિનેત્રી જેણે પોતાના સંઘર્ષના બળે પોતાની સફળતાની કેડી કંડારી છે..રંગભૂમિ, ફિલ્મો, ધારાવાહિક અને જાહેરાતોમાં તેણે કામ કર્યું છે. ચાલો જાણીએ તેની સફરને તસવીરો સાથે..
તસવીર સૌજન્યઃ જયકા યાજ્ઞિક

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK