સુનીલ લહરીએ લલિતાજી સાથે કોની જોડી સારી લાગવાની કરી વાત? જાણો આખી ઘટના

Updated: May 15, 2020, 16:25 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai Desk

સુનીલ લહરી સતત શૉ સાથે જોડાયેલા કિસ્સા ચાહકો સાથે શૅર કરે છે. દરમિયાન તેમણે શૉમાં મંથરાનું પાત્ર ભજવનાર અભિનેત્રી લલિતા પવારનો કિસ્સો શૅર કર્યો.

સુનીલ લહરી
સુનીલ લહરી

કોરોના વાયરસ લૉકડાઉનને કારણે ફરી એક વાર 80 અને 90ના દાયકાના ઘણાં જૂના ટીવી શૉઝ શરૂ કરવામાં આવ્યા હતા. આ લિસ્ટમાં 'રામાયણ', 'મહાભારત', 'શક્તિમાન' જેવા ઘણાં શૉઝ સામેલ છે. પણ દરેક ઘરમાં સૌથી વધારે રામાયણ લોકપ્રિય થઈ છે. એટલું જ નહીં 'રામાયણ'એ ટીઆરપીના બધાં જ રેકૉર્ડ તોડી દીધા હતા. 'રામાયણ' શરૂ થતાં જ તેના બધાં કેરેક્ટર્સ પણ ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યા છે. દરમિયાન સૌથી વધારે 'રામાયણ'ના લક્ષ્મણ એટલે કે સુનીલ લહરી ચર્ચામાં છે. સુનીલ લહરી સતત શૉ સાથે જોડાયેલા કિસ્સા ચાહકો સાથે શૅર કરે છે. દરમિયાન તેમણે શૉમાં મંથરાનું પાત્ર ભજવનાર અભિનેત્રી લલિતા પવારનો કિસ્સો શૅર કર્યો.

સુનીલ લહરી સતત પોતાના ટ્વિટર અકાઉન્ટ પર શૉ એક વીડિયો શૅર કર્યો છે, જેમાં તે આ પૌરાણિક ધારાવાહિકના બિહાઇન્ડ ધ સીનના કિસ્સાઓ સંભળાવી રહ્યા છે.

સુનીલ લહરીએ કહ્યું, 'જ્યારે હું શૂટિંગની આગલી સવારે ઉઠ્યો તો ગાર્ડનમાં જે લગ્નમાં ડોલીનો ઉપયોગ થયો હતો તે રાખેલી હતી. તેમાં જ એક ડોલીમાં લલિતા પવાર સાથે સાગર સાહબના આસિસ્ટન્ટ ચાંદેકરજી બેઠા હતા. ચાંદેકર અને લલિતાજીની ઉંમર લગભગ સરખી જ હતી. બન્ને ડોલીમાં બેસીને ચાયની ચુસ્કીઓ લેતા હતા. ત્યારે જ મારા મગજમાં ખ્યાલ આવ્યો. મેં તેમને કહ્યું આજે જ્યારે તમે મેડમ સાથે બેઠાં હતા તો ખૂબ જ સારા લાગતા હતાં, ઘણો પ્રેમ દેખાતો હતો. ત્યારે ચાંદેકરે કહ્યું ના-ના એવી કોઈ વાત નથી. તેના પર મેં કહ્યું શું તમારા મનમાં લલિતાજી માટે કોઇ ભાવનાઓ નથી. આ કહેવા પર તે શરમાઇ ગયા.'

તેના પછી સુનીલ આગળ કહે છે કે, "પછી મેં કહ્યું કે કારણકે લલિતાજી પણ પૂછી રહ્યા હતા તમારા વિશે આ વાત પર તે ખૂબ જ ખુશ થઈ ગયો અને પૂછવા લાગ્યા કે શું પૂછતાં હતાં લલિતાજી. ત્યારે મેં કહ્યું કે ચાંદેકર કેવો માણસ છે. આ સાંભળતા જ તે ત્યાંથી જતો રહ્યો અને થોડીક જ વારમાં ખૂબ જ સરસ રીતે તૈયાર થઈને આવ્યો અને કહ્યું હું મેડમને મળવા જાઉં છું. ત્યારે મેં કહ્યું કે જાઓ શક્ય છે કે તમારો મેળ પડી જાય કારણકે મેડમ પણ તે સમયે એકલા જ હતા."

તો સુનીલ લહરીએ બુધવારે એક વીડિયો શૅર કર્યો હતો. આ વીડિયોમાં પણ તેમણે લલિતા પવાર વિશેનો એક કિસ્સો સંભળાવ્યો હતો. તેમણે કહ્યું, 'આ કિસ્સો તે સીક્વેન્સનો છે, જેમાં મહારાજ દશરથ રામના રાજ્યાભિષેકની જાહેરાત કરે છે. પણ મંથરાએ સાંખી શકતી નથી, કારણકે તે કૈકેઇના પુત્ર ભરતને રાજગદ્દી પર જોવા માગે છે. ગુસ્સામાં મંથરા મહેલમાં પ્રગટતા દિવા ઓલવે છે. આ સીક્વેન્સ ફિલ્માવતી વખતે દીવાનું ગરમ તેલ લલિતાના પગ પર પડી ગયું હતું અને તેમણે ફોલ્લાં પડી ગયા હતા. પણ તેમણે ચિંતા વગર શૂટ પૂરું કર્યું.'

ઉલ્લેખનીય છે કે સુનીલ લહરી સતત પોતાના ટ્વિટર અકાઉન્ટ પર વીડિયો શૅર કરે છે. સાથે જ શૉના ઘણાંય રસપ્રદ કિસ્સાઓ પણ સંભળાવી રહ્યા છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK