Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સલમાન સાથે બિગ બૉસ 13માં રાખી સાવંત લગાવશે ઠુમકા, આ હશે ગીત

સલમાન સાથે બિગ બૉસ 13માં રાખી સાવંત લગાવશે ઠુમકા, આ હશે ગીત

07 September, 2019 01:52 PM IST | મુંબઈ ડેસ્ક

સલમાન સાથે બિગ બૉસ 13માં રાખી સાવંત લગાવશે ઠુમકા, આ હશે ગીત

સલમાન ખાન, રાખી સાવંત

સલમાન ખાન, રાખી સાવંત


બોલીવુડની સૌથી મોટી ડ્રામા ક્વીન રાખી સાવંત અવારનવાર પોતાના વિવાદિત નિવેદનોને કારણે ચર્ચામાં છવાયેલી રહે છે. તાજેતરમાં જ રાખી સાવંતનો એક વીડિયો આવ્યો છે જેમાં તેણે જણાવ્યું છે કે ટૂંક સમયમાં જ સલમાન ખાનના રિયાલિટી શૉ 'બિગ બૉસ 13'માં દેખાવાની છે. સાથે જ રાખીનું કહેવું છે કે તેના તાજેતરમાં જ રિલીઝ થયેલા ગીત 'છપ્પન છુરી'માં સલમાન ખાન તેની સાથે ડાન્સ કરવાનો છે.

રાખી સાવંતે તાજેતરમાં જ પોતાના ઑફિશિયલ ટ્વિટર અકાઉન્ટ પરથી એક વીડિયો શેર કર્યો છે જેમાં તે કહે છે કે, "તમારા બધાં માટે એક સારા સમાચાર છે, થેન્ક્યુ સલમાન ખાન, હું મારા ગીત છપ્પન છુરીથી બિગ બૉસમાં ઑપનિંગ પરફોર્મન્સ આપવાની છું, આનાથી વધીને કોઇ ન્યૂઝ હોઈ જ નથી શકતી મારી માટે."



આગળ રાખીએ કહ્યું, "થેન્ક્યુ સલમાન, કલર્સ ટીવી, બિગ બૉસ મને સપોર્ટ કરવા માટે, છેલ્લી કેટલીય સિઝનમાં સલમાન ખાન સાથે પરફોર્મ કર્યું છે, મેં આજે જ સલમાન ખાન અને કલર્સ ટીવીને મેસેજ કર્યો અને તે માની ગયા છે. હું ટૂંક સમયમાં જ મારી પ્રેક્ટિસ શરૂ કરીશ, અને સલમાન સાથે મારા ગીત છપ્પન છુરી પર પરફોર્મ કરીશ, હવે મારા ગીતને હિટ થવાથી કોઈ અટકાવી શકે તેમ નથી."


 
 
 
View this post on Instagram

A post shared by Rakhi Sawant (@rakhisawant2511) onSep 6, 2019 at 7:02am PDT


રાખી આમ તો સતત ચર્ચામાં રહેવા માટે નવા નવા પેતરાં અજમાવતી જ હોય છે, તેના આ વીડિયોમાં કેટલી હકીકત છે એ તો બિગ બૉસની ઓપનિંગ સેરેમની જોયા પછી જ સ્પષ્ટ થઈ જશે.

આ પણ વાંચો : જ્યારે ઈશા અંબાણી, શ્લોકા મહેતા અને રાધિકા મર્ચન્ટ પહોંચ્યા ઈવેન્ટમાં,જુઓ તસવીરો

28 જુલાઈના રાખીએ મેરિયટ હોટલમાં ગુપચુપ લગ્ન કરી લીધા જેના પછી તે સતત સવાલોમાં ઘેરાયેલી રહી. રાખીએ પોતાના પતિનું નામ રિતેશ જણાવ્યું છે અને સાથે જ જણાવ્યું કે તે એક એનઆરઆઈ અને ડોનાલ્ડ ટ્રમ્પનું કામ મેનેજ કરે છે. ત્યારથી રાખી દરેક ઇવેન્ટમાં સેંથો પૂરીને હાજરી આપતી જોવા મળે છે.

Whatsapp-channel Whatsapp-channel

07 September, 2019 01:52 PM IST | મુંબઈ ડેસ્ક

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK