ઑપરેશન પરિંદેમાં રાહુલ દેવ બિલકુલ જુદા અંદાજમાં

Published: Feb 03, 2020, 16:49 IST | Ahmedabad

ઝીફાઇવ પર આવનારા ‘ઑપરેશન પરિંદે’ના ડિરેક્ટર ‘ધૂમ’ અને ‘ધૂમ 2’ બનાવનારા સંજય ગઢવી છે ઃ રાહુલ દેવ સાથે અમિત સાધ મુખ્ય પાત્રમાં

રાહુલ દેવ
રાહુલ દેવ

ઝીફાઇવ દેશના સૌથી મોટા ઓટીટી પ્લૅટફૉર્મમાંથી એક છે જે રસપ્રદ અને દર્શકોને જકડી રાખનારા વિષય રજૂ કરે છે. એની આગામી વેબ-સિરીઝ ‘ઑપરેશન પરિંદે’ સત્યઘટના પર આધારિત એક થ્રિલર છે, જેમાં ૨૦૧૬માં થયેલા ભારતના સૌથી વિવાદાસ્પદ અને ડેરિંગ જેલબ્રેકની વાત હશે.

‘ઑપરેશન પરિંદે’ને સંજય ગઢવી ડિરેક્ટ કરી રહ્યા છે જે અગાઉ ‘ધૂમ’, ‘ધૂમ 2’ જેવી ફિલ્મો બનાવી ચૂક્યા છે. તો અમિત સાધ અને રાહુલ દેવ જેવા જાણીતા કલાકારો આ શોમાં મહત્ત્વના રોલમાં છે. અમિત સબ-ઇન્સ્પેક્ટરના રોલમાં જોવા મળશે અને રાહુલ દેવ આ જેલબ્રેકનો મુખ્ય આરોપી બનશે. તે પહેલાં ક્યારેય ન જોવા મળેલા અવતારમાં દેખાશે. તેણે કહ્યું કે ‘મેં આ વખતે પાઘડી પહેરી છે અને મારી દાઢી એકદમ લાંબી છે. પાત્રનું નેટિવ પંજાબ છે માટે આ ગેટઅપ પસંદ કરવામાં આવ્યો છે. આ પાત્ર અત્યાર એકદમ જુદું જ છે.’

અમિત સાધ ‘બ્રીધ’ અને ‘બારોટ હાઉસ’ જેવી વેબ-સિરીઝમાં દેખાઈ ચૂક્યો છે તો નેગેટિવ રોલ માટે જાણીતા રાહુલ દેવે ‘આશિક’, ‘અશોકા’, ‘સૂર્યા’, ‘આન’ જેવી ફિલ્મોમાં અભિનય કર્યો છે. ફાઇનલ કૉસ્ટ અને ફ્લુન્સ સ્ટુડિયોઝ દ્વારા નિર્મિત ‘ઑપરેશન પરિંદે’ ૨૮ ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK