Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Laxmmi Bomb:એક તરફ પોસ્ટર રિલીઝ, બીજી તરફ ડિરેક્ટરે છોડી ફિલ્મ

Laxmmi Bomb:એક તરફ પોસ્ટર રિલીઝ, બીજી તરફ ડિરેક્ટરે છોડી ફિલ્મ

19 May, 2019 01:17 PM IST |

Laxmmi Bomb:એક તરફ પોસ્ટર રિલીઝ, બીજી તરફ ડિરેક્ટરે છોડી ફિલ્મ

લક્ષ્મી બૉમ્બ પોસ્ટર રિલીઝ

લક્ષ્મી બૉમ્બ પોસ્ટર રિલીઝ


શનિવારે અક્ષય કુમારની ફિલ્મ 'લક્ષ્મી બૉમ્બ'નું પોસ્ટર રિલીઝ થયું અને તેના થોડાંક જ કલાકમાં ડિરેક્ટર રાઘવ લૉરેન્સે ફિલ્મ છોડવાની જાહેરાત કરીને લોકોને ચોંકાવી દીધા છે.. રાઘવે આ નિર્ણય પાછળ કોઇક કારણ જણાવ્યું છે. જો કે તેણે એ પણ ચોખ્ખું કહી દીધું છે કે અક્ષયથી તેને કોઇ તકલીફ નથી.




રાઘવે લક્ષ્મી બૉમ્બને છોડવાની જાહેરાત ટ્વિટર દ્વારા કરી. તેણે એક નોટ લખી જેમાં પોતાની વાત જણાવી. આ નોટ પરથી લાગે છે કે રાઘવ ફિલ્મના ક્રિએટિવ નિર્ણયોથી ખુશ નથી. તેણે એ પણ આરોપ મૂક્યો છે કે ફિલ્મનો ફર્સ્ટ લૂક માટે પણ તેની સાથે કોઈપણ સલાહ કર્યા વગર જ રિલીઝ કરી દેવાયો. તેને બહારના કોઇક વ્યક્તિ પાસેથી જાણ થઇ કે ફિલ્મ લક્ષ્મી બૉમ્બનું પોસ્ટર જાહેર કરવામાં આવ્યો છે. નોટ શૅર કરતાંની સાથે જ રાઘવે લખ્યું કે પ્રિય મિત્રો અને ચાહકો, આ દુનિયામાં, ધન - દોલતથી વધુ, કોઇ વ્યક્તિના ચારિત્ર્યનો સૌથી મોટો ભાગ તેનું સ્વાભિમાન છે. તેથી મેં આ પ્રૉજેક્ટથી હટવાનો નિર્ણય લીધો છે.


રાઘવે નોટની શરૂઆત તમિલ કહેવતથી કરી. રાઘવે લખ્યું- તમિલમાં એક કહેવત છે કે જે ઘરમાં સન્માન ના મળે, તે ઘરમાં ન જવું જોઇએ. આ દુનિયામાં ધન-દોલતથી સ્વાભિમાન વધું જરૂરી છે. તેથી હું લક્ષ્મી બૉમ્બ છોડી રહ્યો છું. હું અહીં કારણનો ખુલાસો નથી કરવા માંગતો, કારણ કે એક નહીં ઘણાં છે. પણ, તેમાંથી એક આ છે કે ફિલ્મનું પહેલું પોસ્ટર જે આજે મને જાણ કર્યા વિના રિલીઝ કરી દેવામાં આવ્યું. મારી સાથે આ બાબતે કોઇ ચર્ચા પણ નહોતી કરવામાં આવી. મને કોઇક ત્રીજા જ વ્યક્તિએ આવીને માહિતી આપી કે ફિલ્મ લક્ષ્મી બૉમ્બનું પોસ્ટર રિલીઝ કરી દીધું. એક ડિરેક્ટર માટે આ ખૂબ જ દુઃખદાયી ઘટના છે કે તેની ફિલ્મના ફર્સ્ટ લૂક રિલીઝ વિશે તેને કોઇ બાહરના વ્યક્તિએ આવીને માહિતી આપી. મને આ ખૂબ જ અપમાનજનક અને નિરાશાજનક લાગે છે. એક ક્રિએટિવ વ્યક્તિ તરીકે મને પોસ્ટર પણ સારું નથી લાગ્યું. આ કોઇપણ ડિરેક્ટર સાથે ન થવું જોઇએ.

રાઘવે આગળ કહ્યું કે તે ઇચ્છે તો ફિલ્મની સ્ક્રિપ્ટ પાછી લઇ શકે છે, પણ તે આવું નહીં કરે. હું મારી સ્ક્રિપ્ટ અટકાવી શકું છું. કારણ કે મેં કોઇ જ એગ્રીમેન્ટ સહી નથી કર્યો, પણ હું આવું નહીં કરું, કારણ કે આ પ્રૉફેશનલ વ્યવહાર નથી. હું મારી સ્ક્રિપ્ટ આપવા તૈયાર છું, કારણ કે હું અક્ષય કુમાર સરનું ખૂબ જ સન્માન કરું છું, તે મને હટાવીને પોતાની ઇચ્છાનુસાર કોઇ અન્ય ડાયરેક્ટરને લઇ શકે છે. હું ટૂંક સમયમાં જ અક્ષય કુમાર સરને મળીને તેમને સ્ક્રિપ્ટ આપી દઇશ અને એક સારા રીતેથી ફિલ્મ છોડી દઇશ. આખી ટીમને શુભેચ્છાઓ. આશા છે કે ફિલ્મ ખૂબ જ સફળ થાય.

આ પણ વાંચો : Cannes 2019:કંગના રનૌતનો આ બ્યૂટીફુલ લૂક ઈન્ટરનેટ પર થયો વાઈરલ

જણાવીએ કે લક્ષ્મી બૉમ્બ તમિલ ફિલ્મ કંચનાની ઑફિશિયલ રિમેક છે, જેને રાઘવે જ ડાયરેક્ટ કરી હતી. ફિલ્મમાં કિયારા અડવાણી ફિમેલ લીડમાં છે. ફિલ્મની સ્ટોરી એવા વ્યક્તિની છે જે એવા વ્યક્તિની આસપાસ છે, જેમાં એક ટ્રાન્સજેન્ડરની આત્મા આવી જાય છે. લક્ષ્મી બૉમ્બનો પહેલો પોસ્ટર આ જ ભાગને દર્શાવે છે. લક્ષ્મી બૉમ્બનું શૂટિંગ એપ્રિલના છેલ્લા અઠવાડિયામાં શરૂ થયું હતું.. ફિલ્મ આવતા વર્ષે 5 જૂને રિલીઝ થશે.

Whatsapp-channel Whatsapp-channel

19 May, 2019 01:17 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK