પુનીત ઇસ્સારઃ અમિતાભ બચ્ચનને ભૂલથી વધુ મરાઇ ગયું પછી મેં 7-8 ફિલ્મો ગુમાવી

Updated: 23rd July, 2020 13:04 IST | Mumbai

લોકો દુર્યોધન શબ્દ સાંભળે એટલે તેમને પુનીત ઇસ્સાર જ દેખાય. જો કે એક ઘટના એવી હતી જેને કારણે તેમની જિંદગી ધાર્યા કરતા ઘણી બદલાઇ ગઇ.

પુનીત ઇસ્સાર
પુનીત ઇસ્સાર

પુનીત ઇસ્સારને (Puneet Issar) આમ તો બધા મહારાભારતના દુર્યોધન તરીકે જાણે છે અને તેમની લોકપ્રિયતા એમાં જ છે કે લોકો દુર્યોધન શબ્દ સાંભળે એટલે તેમને પુનીત ઇસ્સાર જ દેખાય. જો કે એક ઘટના એવી હતી જેને કારણે તેમની જિંદગી ધાર્યા કરતા ઘણી બદલાઇ ગઇ. તેમના કરિયર પર જાણે રોક લાગી ગઇ. આ ઘટના ઘટી હતી મનમોહન દેસાઇની કુલી (Coolie) ફિલ્મના સેટ પર. અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) સાથેના ફાઇટ સીનમાં પુનીત ઇસ્સારે ભૂલથી Big Bને જરા જોરથી મારી દીધું અને તેઓ ગંભીર રીતે ઘાયલ થઇ ગયા. અમિતાભ બચ્ચનની સ્થિતિ ગંભીર બની અને આખો દેશ તેમના સાજા થવા માટે પ્રાર્થના કરવા માંડ્યો. હવે આ તો હતો એક અકસ્માત પણ લોકો આ ઘટના માટે પુનીત ઇસ્સારને જ જવાબદાર ઠેરવવા માંડ્યા તથા અમિતાભના ફેન્સ તેમની ધિક્કારવા માંડ્યા. જો કે અમિતાભે ક્યારેય પણ આ દુર્ઘટના માટે પુનીત ઇસ્સારને જવાબદાર નહોતા ઠેરવ્યા અને બાદમાં કેટલાક મીડિયા ઇન્ટરવ્યુમાં તેમણે એ ચોખવટ પણ કરી હતી.

ન્યુઝ એજન્સી IANS અનુસાર પુનીત ઇસ્સારે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે તેમને લગભગ સાત-આઠ ફિલ્મો મળવાની હતી જે હાથમાંથી ગઇ. જો કે આ પછી તેમને મહાભારતમાં કામ કરાવાનો મોકો મળ્યો અને તેમની કારકિર્દીમાં સારા દિવસો પાછા ફર્યા. તેમને પહેલાં ભીમનો રોલ ઑફર થયો હતો પણ તેઓ દુર્યોધનનો રોલ કરવા માગતા હતા.

First Published: 23rd July, 2020 12:48 IST
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK