પ્રિયંકા ચોપરાએ પહેર્યો RSSનો ખાખી ચડ્ડો, સોશિયલ મીડિયામાં થઇ ટ્રોલ

Published: Jun 18, 2019, 18:09 IST

હાલમાં જ પ્રિયંકા ચોપરા પતિ નિક જોનસ સાથે ખાખી રંગના શોર્ટ્સમાં જોવા મળી હતી. પ્રિયંકા ચોપરાના ખાખી રંગના શોર્ટ્સમાં સ્પોટ થયા પછી ફરી સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહી છે.

પ્રિયંકા ચોપરાએ પહેર્યો RSSનો ખાખી ચડ્ડો !
પ્રિયંકા ચોપરાએ પહેર્યો RSSનો ખાખી ચડ્ડો !

છેલ્લા ઘણા સમયથી પ્રિયંકા ચોપરા કોઇને કોઇ કારણોથી લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. દેશ પ્રત્યે ત્યાગ અને સમર્પણનો ભાવ રાખનારી પવિત્ર સંસ્થા રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ RSSના ચડ્ડાનો કલર ખાખી છે અને હાલમાં જ પ્રિયંકા ચોપરા પતિ નિક જોનસ સાથે ખાખી રંગના શોર્ટ્સમાં જોવા મળી હતી. પ્રિયંકા ચોપરાના ખાખી રંગના શોર્ટ્સમાં સ્પોટ થયા પછી ફરી એકવાર સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહી છે. પ્રિયંકા ચોપરાના શાખામાં ભાગ લીધો હોવાની વાતો કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, બોલીવૂડની સાથે સાથે હોલીવૂડમાં પણ પ્રિયંકા ચોપરાનું નામ મોટુ છે અને તેના દ્વારા પહેરવામાં આવેલા કપડા સ્ટાઈલ સ્ટેટમેન્ટ બનતા હોય છે. પ્રિયંકા બિન્દાસ રહેવામાં માને છે તેને લોકોના ટ્રોલ્સથી ખાસ ફરક પડતો નથી. જેના કારણે ખાખી શોર્ટ્સમાં ટ્રોલ થયા પછી પણ પ્રિયંકા ચોપરાનો આત્મવિશ્વાસ જોવા લાયક હતો. પ્રિયંકા ચોપરા ખાખી શોર્ટ્સ સાથે બ્લેક ટોપ ઉપર બ્લૂ બ્લેઝર અને નીચે બ્લેક લોન્ગ શૂઝમાં હોટ એન્ડ સેક્સી દેખાઈ રહી છે.

પ્રિયંકા ચોપરાની સાથે નિક જોનસ પણ તેમના સ્ટાઈલ સ્ટેટમેન્ટ માટે જાણીતા છે. સિંગર, એક્ટર નિક જોનસ પણ આ દરમિયાન પ્રિયંકા ચોપરા સાથે જોવા મળ્યો હતો. પ્રિયંકા ચોપરાના આ લૂકને જોઈને લોકો તેમની મજાક ઉડાવી રહ્યા છે. ફોટો જોઈને લોકો કહી રહ્યા છે કે પ્રિયંકા RSSની મિટિંગ કે શાખામાંથી ભાગ લઈને આવી રહી છે. એક ટ્રોલરે તો પ્રિયંકા ચોપરા અને નિતિન ગડકરીની સરખામણી કરી હતી અને પૂછ્યુ હતું કોણ વધારે સારુ લાગી રહ્યું છે.

આ પણ વાંચો: નિરાશ પાકિસ્તાની ચાહકને રણવીર સિંહ ભેટ્યો, કહ્યું 'Always a Next Time'

બોલીવૂડ કમ હોલીવૂડ સ્ટાર પ્રિયંકા ચોપરા તેની આગામી ફિલ્મ ધ સ્કાય ઈઝ પિંકમાં દેખાશે. ધ સ્કાય ઈઝ પિંકમાં પ્રિયંકા ચોપરા સાથે ફરહાન અખ્તર પણ જોવા મળશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK