બળાત્કાર થાય છે કારણ કે લોકો કરે છે: પ્રિયંકા ચોપડા

Published: 20th December, 2012 02:47 IST

દિલ્હીમાં બનેલી ગૅન્ગરેપની ઘટના પર ટ્વીટ કરતાં બૉલીવુડની અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે ‘હુમલો થવાના ડરને કારણે આપણા દેશમાં મહિલાઓ બસમાં એકલો પ્રવાસ પણ ન કરી શકે એ બહુ ભયજનક છે.

આ માત્ર મહિલાઓ સામે ગુનો નથી, સમાજ સામે ગુનો છે. મહિલાઓ માટે ઘણું કહેવાય છે કે તેમણે અમુક જ પ્રકારના ડ્રેસ પહેરવા જોઈએ, અમુક રીતે વર્તવું જોઈએ; પણ મને લાગે છે આ બધું વાહિયાત છે. મહિલાઓ પર એટલા માટે બળાત્કાર નથી થતો કે તેઓ ટૂંકો ડ્રેસ પહેરે છે, રાતે એકલી નીકળે છે કે તેણે ડ્રિન્ક લીધું છે; પણ એટલા માટે બળાત્કાર થાય છે કારણ કે લોકો બળાત્કાર કરે છે અને એ માટે કોઈ પણ જાતનો ખુલાસો કે સફાઈ ન હોઈ શકે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK