પ્રિયંકા ચોપરાને બર્થ-ડેના એક અઠવાડિયા પહેલા મળી સરપ્રાઈઝ

Published: Jul 10, 2019, 21:08 IST

પ્રિયંકા ચોપરાનો જન્મ દિવસ 18 જુલાઈએ છે. આ પહેલા જ પ્રિયંકા ચોપરાને બીજા કોઈ નહી તેની માતા મધુ ચોપરાએ તેને ગિફ્ટ આપી છે.

પહેલા બોલીવુડ અને હોલીવુડમાં પોતાની છાપ છોડનારી પ્રિયંકા ચોપરા આવતા અઠવાડિયે તેનો જન્મ દિવસ મનાવશે જો કે પ્રિયંકા ચોપરાને તેની બર્થ-ડે ગિફ્ટ્સ પહેલાથી જ મળવાની શરૂ થઈ ગઈ છે. પ્રિયંકા ચોપરાનો જન્મ દિવસ 18 જુલાઈએ છે. આ પહેલા જ પ્રિયંકા ચોપરાને બીજા કોઈ નહી તેની માતા મધુ ચોપરાએ તેને ગિફ્ટ આપી છે. દેશી ગર્લના બર્થ-ડેને હજુ એક અઠવાડિયુ બાકી છે ત્યારે માતા મધુ ચોપરા બર્થ-ડેની તૈયારીમાં જોડાઈ ગયા છે.

 
 
 
View this post on Instagram

Birthday bumps... coming up!!!

A post shared by Madhu Akhouri Chopra (@madhumalati) onJul 10, 2019 at 2:27am PDT

મધુ ચોપરાએ પ્રિયંકા ચોપરાનો તેમની સાથેનો બાળપણનો ફોટો પોસ્ટ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, પ્રિયંકા ચોપરાનો બાળપણનો ફોટો પહેલી વાર સામે આવ્યો છે. ફોટોમાં પ્રિયંકા ચોપરા મધુ ચોપરાના ખોળા બેઠી છે અને સ્માઈલ કરી રહ્યા છે. ફોટો શૅર કરતા મધુ ચોપરાએ કેપ્શન આપ્યું હતું કે, ’Birthday bumps... coming up!!!’

આ બર્થ-ડે પ્રિયંકા ચોપરા માટે વધારે મહત્વનો રહેશે. પ્રિયંકા ચોપરા પહેલીવાર લગ્ન પછી નિક જોનાસ સાથે બર્થ-ડે સેલિબ્રેશન કરશે. હાલમાં જ પ્રિયંકા ચોપરા હાલમાં જ નિક જોનાસ સાથે વેકેશન મનાવતી જોવા મળી હતી. પ્રિયંકા સાથે નિક જોનાસના મોટા ભાઈ અને ભાભી પણ હતા. હાલમાં જ પ્રિયંકા ચોપરાએ સ્વિમિંગ પૂલ પાસેનો પોતાનો ફોટો શૅર કર્યો છે.

આ પણ વાંચો: હ્રિતિક અને દીપિકા સત્તે પે સત્તાની રીમેકમાં પહેલી વાર એક સાથે જોવા મળશે

બર્થ-ડેના એક અઠવાડિયા પહેલાથી જ પ્રિયંકા ચોપરાને ગિફ્ટ મળવાની શરૂ થઈ ગઈ છે ત્યારે મધુ ચોપરા માટે પ્રિયંકાનો બર્થ-ડે કેટલો ખાસ છે તે સમજી શકાય છે. હાલતો પ્રિયંકા ચોપરને પહેલી ગિફ્ટ મળી છે ત્યારે આગળ પ્રિયંકાને આગળ કઈ અને કેટલી ગિફ્ટો મળે છે તે જોવાનું રહેશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK