મતદાનની પહેલા પ્રિયંકા ચોપડાએ ઈશા અંબાણીના ઘરે કરી ક્રેઝી પાર્ટી

Updated: 29th April, 2019 17:59 IST | મુંબઈ

મુંબઈ આવ્યા બાદ પ્રિયંકાની પાર્ટીનો સિલસિલો ચાલુ છે. એની પહેલા તે પોતાની ફૅમિલી અને કઝિન્સ સાથે રેસ્ટોરન્ટમાં ડિનર માટે ગઈ હતી.

ગર્લ ગેન્ગની આઈસ્ક્રીમ પાર્ટી
ગર્લ ગેન્ગની આઈસ્ક્રીમ પાર્ટી

મુંબઈમાં આજે લોકસભા ચૂંટણી 2019 માટે મતદાન ચાલી રહ્યું છે. ડેમોક્રેસી આ મહાયજ્ઞમાં બૉલીવુડ સેલિબ્રિટીઝ પણ વધી-ચઢીને હિસ્સો લઈ રહ્યા છે. પ્રિયંકા ચોપડા હાલ અમેરિકાથી મુંબઈ આવી છે અને એણે સોમવારે સવારે વોટ આપ્યો, પણ એની પહેલા રવિવારની રાતે પ્રિયંકાએ પોતાની ગર્લ ગેન્ગ સાથે મળીને જોરદાર મસ્તી પણ કરી.

 

 

પ્રિયંકા ચોપડાએ નાઈટ આઉટની એક તસવીર શૅર કરી છે. તસવીરમાં પ્રિયંકા જમીન પર બેઠી છે. કઝિન પરિણીતી ચોપડા, ઈશા અંબાણી અને એમની સિસ્ટર ઈન લૉ રાધિકા મર્ચન્ટ એક જ લાઈનમાં ઉભા છે. રાધિકા ઈશા અંબાણીના ભાઈ અનંત અંબાણીની ગર્લફ્રેન્ડ છે. બેકગ્રાઉન્ડમાં આઈસ્ક્રીમ પણ દેખાઈ રહી છે, જેની વાર્તા પ્રિયંકાએ ફોટો કેપ્શનમાં દર્શાવી છે.

પ્રિયંકાના આ કેપ્શનથી જાણવા મળી રહ્યું છે કે આલિયા ભટ્ટ પણ આ નાઈટ આઉટનો હિસ્સો હતી, પણ આઈસ્ક્રીમ પાર્ટીના થોડા સમય પહેલા જ ચાલી ગઈ. પરિણીતી ચોપડાએ ફોટો પર કમેન્ટ કરતા કહ્યું કે આ સૌથી મજેદાર નાઈટ આઉટ હતી. બધી ગર્લ્સે ખૂબ જ મસ્તી કરી હતી.

 

 
 
 
View this post on Instagram

Mumbai diaries.. #family ❤️

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) onApr 25, 2019 at 11:58am PDT

 

મુંબઈ આવ્યા બાદ પ્રિયંકાની પાર્ટીનો સિલસિલો ચાલુ રહ્યો છે. એની પહેલા તે પોતાની ફૅમિલી અને કઝિન્સ સાથે રેસ્ટોરન્ટમાં ડિનર માટે ગઈ હતી.

આ પણ વાંચો : Avengers Endgameએ બધા રેકોર્ડ્સ તોડ્યા, ત્રણ દિવસમાં આટલી કમાણી

પ્રિયંકા ચોપડાએ હાલમાં જ હૉલીવુડ એક્ટ્રેસ મિન્ડી કેલિંગની સાથે એક ફિલ્મ સાઈન કરી છે. તે બૉલીવુડમાં શોનાલી બોસની ફિલ્મ સ્કાય ઈઝ પિન્કમાં પાછી ફરશે. આ ફિલ્મમાં ફરહાન અખ્તર અને ઝાયરા વસીમ પણ મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે.

First Published: 29th April, 2019 17:45 IST
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK