દિવાળીનો તહેવાર પતે એટલે આવે લગ્નની સિઝન. લગ્નની સિઝનમાં સંગીતનું આગવું મહત્વ હોય છે. ત્યારે આ લગ્ન સિઝનમાં ધૂમ મચાવવા આવી રહ્યું છે, ટીપ્સ મ્યુઝિકનું નવું ગીત ‘ગજિયો’. જેના ગાયક છે એશ કિંગ અને પ્રિયા સરૈયા.
ગીત વિશે વાત કરતા પ્રિયા સરૈયાએ કહ્યું હતું કે, ગજિયો મારું પરિય કચ્છી ગીત રહ્યું છે. મને તેનો પરંપરાગત ઢોલ બહુ ગમે છે. એશ કિંગ સાથે કામ કરવાનો અનુભવ પણ બહુ સારો રહ્યો છે. તેના અનોખા અવાજે ગીતમાં અદ્ભુત લય આપ્યો છે.
અહીં સાંભળો ગીત:
એશ કિંગ અને પ્રિયા સરૈયાએ ગાયેલું આ વેડિંગ સોન્સ પ્રિયા સરૈયાએ લખ્યું છે અને મ્યુઝિક પાર્થ ભરત ઠક્કરે આપ્યું છે. ગીતમાં મલ્હાર પંડયા, મેહર મહાજન અને એશ કિંગ છે. ગીતને લોકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. રિલીઝ થયાના માત્ર આઠ કલાકમાં જ તેને 94,754 વ્યુઝ મળી ગયા છે. તેમજ આ લખાઈ રહ્યું છે ત્યાં સુધીમાં વીડિયોને 105 લાઈક્સ મળી ગઈ છે.
‘ગજિયો’માં મ્યુઝિક આપનાર પાર્થ ભરત ઠક્કરે કહ્યું હતું કે, આ ગીત ભારતીય લગ્નનો અહેસાસ કરાવતું એકદમ યોગ્ય ગીત છે. આવાનરી લગ્ન સિઝનમાં હું લોકોને આ ગીત પર નાચતા ઝૂમતા જોવા માંગુ છું.
ટીપ્સ મ્યુઝિક હંમેશા શ્રેષ્ઠ ગીતો આપવા માટે જાણીતું છે.
દિવ્યા ખોસલા કુમારને ફિલ્મમેકર બનવું એ સરળ નથી લાગી રહ્યું
18th January, 2021 16:24 ISTઘણું કહી જાય છે આયુષ્માનની કવિતા
18th January, 2021 16:20 ISTરાધેશ્યામનું શેડ્યુલ પૂરું કર્યું પૂજા હેગડેએ
18th January, 2021 16:18 ISTકાર્તિક આર્યનની ધમાકા નેટફ્લિક્સ પર રિલીઝ થવાની શક્યતા
18th January, 2021 16:14 IST