વૅબ સિરીઝ ‘સ્કૅમ 1992: ધ હર્ષદ મહેતા સ્ટોરી’ (Scam 1992: The Harshad Mehta Story)માં દમદાર અભિનય કરીને લોકોની વાહ-વાહ મેળવનાર અભિનેતા પ્રતિક ગાંધી (Pratik Gandhi)એ તેની આગામી ગુજરાતી ફિલ્મ ‘વ્હાલમ જાઓ ને’ (Vaahlam Jaao Ne)નું શૂટિંગ શરૂ કરી દીધું છે. આ મલ્ટી સ્ટારર ગુજરાતી ફિલ્મ છે. જેમાં અનેક યંગ અને પીઢ ગુજરાતી અભિનેતાઓ છે. ફિલ્મમાં પ્રતિક ગાંધી, ઓજસ રાવલ (Ojas Raval), દીક્ષા જોષી (Deeksha Joshi), કવિન દવે (Kavin Dave), જયેશ મોરે (Jayesh More), સંજય ગોરડિયા (Sanjay Goradia), ટીકુ તલસાણિયા (Tiku Talsania) જેવા અનેક મહાન કલાકારો છે.
ફિલ્મ ‘વ્હાલમ જાઓ ને’માં મુખ્ય ભૂમિકા ભજવતા અભિનેતા ઓજસ રાવલ અને અભિનેત્રી દીક્ષા જોષીએ તાજેતરમાં ફિલ્મના મૂર્હતની તસવીરો શૅર કરી હતી.
ઓજસ રાવલે ફિલ્મનું શૂટિંગ શરૂ થયું તેની તસવીરો પોસ્ટ કરતા લખ્યું હતું કે, ‘વ્હાલમ જાઓ ને શરૂ થાય છે. આ માટે બહુ જ એક્સાઈટેડ છું’.
View this post on Instagram
દીક્ષા જોષીએ લખ્યું હતું કે, ‘મારી આગામી ફિલ્મ ‘વ્હાલમ જાઓ ને’નું શુટિંગ આ અમેઝિંગ ટીમ સાથે શરૂ કર્યું છે’.
View this post on Instagram
હાર્દિક ગજ્જર દ્વારા સંચાલિત આ ફિલ્મ પાર્થ ગજ્જર દ્વારા પ્રોડયુસ કરવામાં આવી છે. આ ફિલ્મ રાહુલ પટેલે લખી છે. ડાયરેક્ટર ઓફ ફોટોગ્રાફી હ્રષિકેશ ગાંધી છે.
જોકે, ફિલ્મની રિલીઝ તારીખને નિર્માતાઓએ હજી જાહેર નથી કરી. પરંતુ ફિલ્મ વર્ષ 2021માં રિલીઝ થાય તેવી શક્યતા છે. ‘વ્હાલમ જાઓ ને’નું શૂટિંગ 21 નવેમ્બર 2020થી શરૂ થઈ ગયું છે. મલ્ટી સ્ટારર ફિલ્મની આતુરતાથી રાહ જોવાઈ રહી છે.
કંગના રણોતના ટ્વીટ પર વિવાદ બાદ ટ્વિટર અકાઉન્ટ પર અસ્થાઇ રૂપે પ્રતિબંધ
20th January, 2021 18:20 ISTમારાં ફેવરિટ કૅરૅક્ટર્સ લોકોને પસંદ નથી આવતાં: નવાઝુદ્દીન સિદ્દીકી
20th January, 2021 17:27 ISTખુશી કપૂરને તેના ડૅડી બોની કપૂર નહીં કરે લૉન્ચ
20th January, 2021 17:25 ISTકમલ હાસનની સર્જરી બાદ લોકોએ આપેલા સપોર્ટ અને પ્રાર્થનાઓનો આભાર માન્યો તેમની દીકરી શ્રુતિ અને અક્ષરાએ
20th January, 2021 17:19 IST