Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > તો આ હતી પ્રભાસની બિગ સરપ્રાઈઝ, Saahoનું ધમાકેદાર પોસ્ટર રિલીઝ

તો આ હતી પ્રભાસની બિગ સરપ્રાઈઝ, Saahoનું ધમાકેદાર પોસ્ટર રિલીઝ

21 May, 2019 04:58 PM IST |

તો આ હતી પ્રભાસની બિગ સરપ્રાઈઝ, Saahoનું ધમાકેદાર પોસ્ટર રિલીઝ

પ્રભાસ

પ્રભાસ


બાહુબલી એક્ટર પ્રભાસની અપકમિંગ ફિલ્મ સાહોનું પહેલું પોસ્ટર રિલીઝ થઈ ગયું છે. પ્રભાસે જાતે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર આ પોસ્ટર પોસ્ટ કર્યું છે. પોસ્ટરમાં ફક્ત પ્રભાસ નજર આવી રહ્યા છે. એણે બ્લેક કલરનું જેકેટ પહેર્યું છે અને સાથે જ પીળા રંગના ચશ્મા પહેર્યા છે. પોસ્ટરની સાથે ફિલ્મની રિલીઝ ડેટની જાણકારી પણ આપી છે. ફિલ્મ 15 ઑગસ્ટે રિલીઝ થશે.

એ સિવાય પ્રભાસના ચહેરા ઉપર એનું નામ કળ્યું છે. પોસ્ટરની સાથે પ્રભાસે એ એક કેપ્શન લખ્યું છે. પોસ્ટર શૅર કરતા એક્ટરે લખ્યું, 'તમારા બધા માટે મારી આગામી ફિલ્મ સાહોનું ઓફિશ્યિલ પોસ્ટર આ રહ્યું... હવે 15 ઑગસ્ટે તમારા બધાથી થિયેટરમાં મુલાકાત થશે. #15AugWithSaaho’



તમને જણાવી દઈએ કે પ્રભાસે સોમવારે આ વાતનો ઈશારો કરી દીધો હતો કે તેઓ આજે કોઈ મોટી જાહેરાત કરવાના છે. એમણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શૅર કર્યો હતો જેમાં એમણે જણાવ્યું કે તેઓ આઝે સાહોથી સંબંધી કોઈ મોટી જાહેરાત કરી શકે છે. બાદ એમણે ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરી દીધું. જણાવી દઈએ કે આ ફિલ્મમાં પ્રભાસની સાથે શ્રદ્ધા કપૂર પણ લીડ રોલમાં દેખાશે. બાહુબલી સુપરહિટ થયા બાદ લોકો પ્રભાસની આગામી ફિલ્મ સાહોની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

21 May, 2019 04:58 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK