Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પૂજા બેદીની વેબસાઇટ હૅક કરીને રિસ્ટોર કરવા માટે માગી ખંડણી

પૂજા બેદીની વેબસાઇટ હૅક કરીને રિસ્ટોર કરવા માટે માગી ખંડણી

06 October, 2020 01:03 PM IST | Panaji
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પૂજા બેદીની વેબસાઇટ હૅક કરીને રિસ્ટોર કરવા માટે માગી ખંડણી

પૂજા બેદી

પૂજા બેદી


પૂજા બેદીની વેબસાઇટ હૅપીસોલ.ઇનને હૅક કરીને હૅકર્સે ખંડણીની માગણી કરી છે. આ વિશેની ફરિયાદ તેણે ગોવા પોલીસ સાઇબર સેલને કરી છે. તેની આ વેબસાઇટ ઑર્ગેનિક સપ્લિમેન્ટ્સ વેચે છે. આ અગાઉ પણ તેની વેબસાઇટ હૅક કરવામાં આવી હતી. હવે તો તેને ધમકી આપવામાં આવી છે કે જો ખંડણી નહીં આપે તો તેની વેબસાઇટ પર ડ્રગ્સ વેચવામાં આવશે. એની માહિતી આપતાં તેણે ગોવાના મુખ્ય પ્રધાન પ્રમોદ સાવંત અને ડિરેક્ટર જનરલ ઑફ પોલીસ મુકેશ મીણાને ટૅગ કર્યા છે. ટ્વિટર પર પૂજા બેદીએ ટ્વીટ કર્યું હતુ કે ‘ડિયર ડીજીપી મારી ઈ-કૉમર્સની વેબ-સાઇટ હૅપીસોલ.ઇનને ફરીથી હૅક કરવામાં આવી છે. આ વખતે તો તેમણે જણાવ્યું છે કે જો હું તેમને ખંડણી નહીં આપું તો મારી વેબસાઇટ પર તેઓ ડ્રગ્સ વેચશે. મેં જૂના ગોવા પોલીસ સાઇબર સેલમાં ફરિયાદ નોંધાવી છે, પરંતુ તેમના તરફથી કોઈ ઍક્શન નથી લેવામાં આવી. મારી કંપની ગોવામાં રજિસ્ટર્ડ છે. ડિયર ગો ડૅડી હેલ્પ તમારી ટીમ મારી વેબસાઇટ હૅક થવાના મામલે અમારી ટીમને સાથ સહકાર નથી આપી રહી. મારા સર્વર પર તો ડિલક્સ સિક્યૉરિટી હતી. આમ છતાં તેમણે મારી સાઇટ હૅક કરી લીધી છે. સાથે જ ખંડણીની માગણી કરતાં મારા ડેટા અને ડ્રગ્સ વેચવાની પણ ધમકી આપી છે.’


Whatsapp-channel Whatsapp-channel

06 October, 2020 01:03 PM IST | Panaji | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK