Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > PM મોદીએ આ કારણે બોલીવુડ સેલેબ્સના ટ્વીટને રીટ્વીટ કર્યા, કહ્યું આવું..

PM મોદીએ આ કારણે બોલીવુડ સેલેબ્સના ટ્વીટને રીટ્વીટ કર્યા, કહ્યું આવું..

09 September, 2019 06:16 PM IST | મુંબઈ ડેસ્ક

PM મોદીએ આ કારણે બોલીવુડ સેલેબ્સના ટ્વીટને રીટ્વીટ કર્યા, કહ્યું આવું..

નરેન્દ્ર મોદી (ફાઇલ ફોટો)

નરેન્દ્ર મોદી (ફાઇલ ફોટો)


ભારતનું ચંદ્રયાન 2 મિશન ભલે ખોરવાયું હોય, તેમ છતાં ઇસરોના વૈજ્ઞાનિકોના વખાણ કરવામાં આવી રહ્યા છે. આખું દેશ ઇસરોના વૈજ્ઞાનિકોના વખાણ કરતાં તેમની હિંમતમાં વધારો કરે છે અને આમાં બોલીવુડ જગત પણ ક્યાંય પાછળ નથી. બોલીવુડની કેટલીય હસ્તીઓએ ચંદ્રયાન મિશનને લઈને પોતાના વિચારો રજુ કર્યા છે અને વૈજ્ઞાનિકોના વખાણ કર્યા. તેના પછી હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વૈજ્ઞાનિકોની હિંમત વધારવા માટે આ બોલીવુડ હસ્તીઓના ટ્વીટ્સના જવાબ આપ્યા છે.




વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બોલીવુડ તરફથી કરેલા ટ્વીટ્સને રીટ્વીટ કરતાં પોતાનો જવાબ પણ આપ્યો છે. બોલીવુડ હસ્તીઓમાં અભિનેત્રી અનુષ્કા શર્મા, સોનમ કપૂર, નિર્દેશક મધુર ભંડારકર, શેખર કપૂર વગેરેના નામ સામેલ છે. અનુષ્કા શર્માના ટ્વીટનો જવાબ આપતાં પીએમ મોદીએ કહ્યું કે આપણને આપણા વૈજ્ઞાનિકો પર ગર્વ છે. સાથે જ તેમણે કહ્યું કે, "ઈસરોએ હજારો બ્રેન્સને સાયન્સ લેવાની પ્રેરણા આપી છે અને આ પોતાનામાં જ એક મોટી જીત છે." આ પહેલા અનુષ્કા શર્માએ લખ્યું હતું કે, "આ ફક્ત આગળ વધતાં પગલાં છે, પાછળ હટવાના નહીં, અને એક દેશ હોવાના નાતે આપણે આપણાં વૈજ્ઞાનિકો પર તેમના દ્રઢ નિશ્ચય પર અને ઉપલબ્ધિઓ પર ગર્વ છે."


આ સિવાય સોનમ કપૂરના ટ્વીટને રીટ્વીટ કરતાં પીએમ મોદીએ લખ્યું છે કે, "હાર્ડવર્ક અને સમર્પણ ઇસરોને અંતરિક્ષ પ્રૌદ્યોગિકીમાં અગ્રણી બનાવ્યા છે અને નવી ઉંચાઈઓ સિદ્ધ કરવા માટે આવો જનૂન હંમેશા જ રહેશે." આ પહેલા સોનમ કપૂરે પીએમ મોદીના ઇસરો ચેરમેનને ગળે મળતી તસવીર શેર કરી હતી.

તો મધુર ભંડારકરના ટ્વીટનો પણ જવાબ આપ્યો છે અને વૈજ્ઞાનિકોના વખાણ કર્યા છે. આ પહેલા મધુર ભંડારકરે ઇસરોનું પ્રોત્સાહન વધારવા માટે પીએમ મોદીના વખાણ કર્યા હતા.

શેખર કપૂરે પણ પીએમ મોદીના ઇસરો ચેરમેનને ગળે મળતી તસવીર શેર કરી હતી. જેના પછી પીએમ મોદીએ લખ્યું, "ઇસરો સાથે 13 બિલિયન ભારતવાસીઓ છે અને તે હંમેશા ગૌરવાન્વિત કરાવતાં રહેશે."

આ પણ વાંચો : નીરવ બારોટ: જાણો આ લોકગાયકની સફળતાની કહાની

જણાવીએ કે ભારતનું ચંદ્રયાન-2 ચંદ્રની સપાટીથી માત્ર બે કિલોમીટર પહેલા સંપર્ક તૂટવાથી પૂરું થઈ શક્યું નહીં. જો કે બધાં જ દેશવાસીઓએ ઇસરોના વૈજ્ઞાનિકોના વખાણ કરતાં તેમની હિંમતમાં વધારો કર્યો છે.

Whatsapp-channel Whatsapp-channel

09 September, 2019 06:16 PM IST | મુંબઈ ડેસ્ક

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK