Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > એમિલી બ્લન્ટ સાથેની સરખામણી પર વધુ નથી વિચારતી પરિણીતી ચોપડા

એમિલી બ્લન્ટ સાથેની સરખામણી પર વધુ નથી વિચારતી પરિણીતી ચોપડા

16 June, 2019 10:13 AM IST | મુંબઈ

એમિલી બ્લન્ટ સાથેની સરખામણી પર વધુ નથી વિચારતી પરિણીતી ચોપડા

એમિલી બ્લન્ટ અને પરિણીતી ચોપડા

એમિલી બ્લન્ટ અને પરિણીતી ચોપડા


પરિણીતી ચોપડાનું કહેવું છે કે તે હૉલીવુડ ઍક્ટ્રેસ એમિલી બ્લન્ટ સાથે થનારી સરખામણી પર ધ્યાન નથી આપતી. હૉલીવુડની ‘ધ ગર્લ ઑન ધ ટ્રેન’ની હિન્દી રીમેકમાં પરિણીતી જોવા મળવાની છે. હૉલીવુડની થ્રિલરમાં એમિલીએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મની સ્ટોરી એક ડિવૉર્સી મહિલાની છે જે એક ખોવાયેલી વ્યક્તિને શોધવામાં વ્યસ્ત થઈ જાય છે. આ ફિલ્મની હિન્દી રીમેકને રિલાયન્સ એન્ટરટેઇનમેન્ટ પ્રોડ્યુસ કરશે.

એમિલી બ્લન્ટની પ્રશંસા કરતાં પરિણીતીએ કહ્યું હતું કે ‘મારા માટે આ સન્માનની વાત છે કે હું તેમના પાત્રને ભજવી રહી છું જે તેમણે સ્ક્રીન પર ખૂબ જ શાનદાર રીતે ભજવ્યું હતું. તેમણે એક એવી યુવતીનું પાત્ર ભજવ્યું હતું જે પોતાની જાત સાથે લડે છે. તેને ભજવવું અને તેને કાબૂમાં રાખવું એ દેખાડે છે કે તે એક ઉત્કૃષ્ટ અભીનેત્રી છે. કોઈ કલાકાર જ્યારે કોઈ લોકપ્રિય ફિલ્મની રીમેકમાં કામ કરે છે તો તેની ઓરિજિનલ ફિલ્મ સાથે અચૂક તુલના થાય છે.



આ પણ વાંચો : ટી-સિરીઝના 100 મિલ્યન સબસ્ક્રાઇબર્સ થતાં ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં મળ્યું સ્થાન


એથી હું માનું છું કે દર્શકો પણ ઓરિજિનલ ફિલ્મની સાથે-સાથે મારા અને એમિલીના પાત્ર સાથે સરખામણી કરશે. ઓરિજિનલ ફિલ્મ લોકોને ખૂબ પસંદ પડી હતી એથી મને આશા છે કે લોકો મારી ફિલ્મને પણ પસંદ કરશે. હું અમારા બન્નેની સરખામણીને લઈને વધુ નથી વિચારતી. હું ભારતીય દર્શકો માટે મારા પર્ફોર્મન્સને બેસ્ટ આપવાનો પ્રયાસ કરીશ.’


Whatsapp-channel Whatsapp-channel

16 June, 2019 10:13 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK