Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > 'પ્રેમરોગ' આજે પણ મારી આંખો ભીની કરે: પદ્મિની કોલ્હાપુરે

'પ્રેમરોગ' આજે પણ મારી આંખો ભીની કરે: પદ્મિની કોલ્હાપુરે

27 August, 2020 07:22 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

'પ્રેમરોગ' આજે પણ મારી આંખો ભીની કરે: પદ્મિની કોલ્હાપુરે

સારેગામાપા લિ’લ ચૅમ્પ્સમાં પદ્મિની કોલ્હાપુરે

સારેગામાપા લિ’લ ચૅમ્પ્સમાં પદ્મિની કોલ્હાપુરે


મૅરેજ સમયે કે પછી મૅરેજ પછીના એક-દોઢ વર્ષ દરમ્યાન જો કોઈ યુવતીને ‘પ્રેમરોગ’નું યે ગલિયાં યે ચૌબારા, યહાં આના ના દોબારા... સંભળાવી દેવામાં આવે તો તેની આંખો ચોક્કસ ભીની થઈ જાય. લગ્ન સમયે કન્યાના મનમાં કેવો ભાવ હોય છે એને અદ્ભુત તાદૃશ્ય કરતું આ ગીત આ વીક-એન્ડમાં ઝી ટીવી પર ‘સારેગામાપા લિ’લ ચૅમ્પ્સ’માં કન્ટેસ્ટન્ટે જ્યારે ગાયું ત્યારે પદ્મિની કોલ્હાપુરેની આંખો ભીની થઈ ગઈ હતી અને આંખ સામે ફિલ્મ સમયની બધી વાતો આવી ગઈ હતી. પદ્મિની કોલ્હાપુરેએ કહ્યું હતું, ‘આ ગીત શૂટ થતું હતું એ સમયે સેટ પર જે કોઈ હાજર હતાં એ બધાંની આંખો ભીની થઈ ગઈ હતી, જેમાં હું પણ આવી ગઈ. ખરાબ હાલત એ હતી કે મારે આ ગીત હસતા ચહેરે શૂટ કરવાનું હતું. મારી લાઇફના ફેવરિટ સૉન્ગમાં આ ગીત પહેલા નંબરે છે.’

પદ્મિની કોલ્હાપુરે અને રિશી કપૂર સ્ટારર ‘પ્રેમરોગ’ રાજ કપૂરે ડિરેક્ટ કરી હતી. આ જ વિષય પર કાન્તિ મડિયાએ પણ ગુજરાતી ફિલ્મ ‘કાશીનો દીકરો’ બનાવી હતી.


Whatsapp-channel Whatsapp-channel

27 August, 2020 07:22 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK