ઝીટીવીનો શો ‘તુઝસે હૈ રાબ્તા’ છેલ્લાં બે વર્ષથી દર્શકોનું મનોરંજન કરવામાં સફળ રહ્યો છે. આ શોમાં કલ્યાણી (રીમ શેખ) અને તેની સાવકી માના બૉન્ડની વાત કરવામાં આવી છે. તાજેતરના શોમાં મલ્હારના મૃત્યુનો ટ્રૅક આવ્યો છે. મલ્હારનું નિધન થયા બાદ તેના જેવો ચહેરો ધરાવતા શેરાની એન્ટ્રી થાય છે એટલે કે સેહબાન અઝીમ નવા લુકમાં એન્ટર થયો છે. આ શો ટકી રહેવા પાછળનું એક કારણ રીમ શેખ અને સેહબાન અઝીમની જોડી છે. કલ્યાણી અને મલ્હાર તરીકે તેમની ઑન-સ્ક્રીન કેમિસ્ટ્રી દર્શકોને બહુ ગમી છે.
રીમ શેખ અને સેહબાન અઝીમ ઑફ-સ્ક્રીન પણ સારું બૉન્ડિંગ ધરાવે છે ત્યારે સેહબાન સાથે રોમૅન્ટિક સીન્સ ભજવવા વિશે રીમ શેખે જણાવ્યું કે ‘કૅમેરા સામે આવતાં જ હું કોઈ પણ સંકોચ વિના ઓપન થઈ જાઉં છું. હું મારી કળા પ્રત્યે પ્રામાણિક છું એટલે જ સારો પર્ફોર્મન્સ આપી શકું છું અને એટલે જ સેહબાન સાથેની મારી કેમિસ્ટ્રી પણ દેખાય છે. જો હું શરમાઈ જાઉં કે મને સંકોચ થાય તો એ પણ પડદા પર દેખાઈ જશે. સેહબાન મારો સારો મિત્ર છે અને આ વાત રોમૅન્ટિક સીન ભજવવામાં મદદરૂપ બને છે. તેની સાથે અભિનય કરવાનું સરળ બની જાય છે.’
આપકી નઝરોં ને સમઝાનું શૂટિંગ દ્વારકામાં થયું
23rd February, 2021 12:43 ISTસ્ટોરી નાઇન મન્થ્સ કીની ડૉ. રાબિયા પોતાના પાત્ર વિશે શું કહે છે?
23rd February, 2021 12:38 IST૯ વર્ષ બાદ પૂજા ગોર ફરી બનશે પ્રતિજ્ઞા
23rd February, 2021 12:35 ISTપ્રીત કામાણી વર્ચ્યુઅલ વર્લ્ડથી બોર થઈ ગયો છે
23rd February, 2021 12:32 IST