આમિર ખાને પત્ની સાથે બેસી માણ્યો ભેળ અને શેરડીના રસનો આનંદ, ફોટોઝ થયા વાઈરલ

Published: May 01, 2019, 20:42 IST | મુંબઈ

બુધવારે આમિર ખાને પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર પત્ની કિરણ રાવ સાથે શેરડીના રસની મજા માણતો ફોટો શૅર કર્યો છે.

ગરમી સતત વધી રહી છે, ત્યારે લોકો ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે. સામાન્ય લોકો જ નહીં બોલીવુડના મિસ્ટર પર્ફેક્શનિસ્ટ આમિર ખાન પણ ઠંડીથી બચવા માટે શેરડીનો રસ પી રહ્યા છે. બુધવારે આમિર ખાને પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર પત્ની કિરણ રાવ સાથે શેરડીના રસની મજા માણતો ફોટો શૅર કર્યો છે.

હાલ આમિર ખાન પોતાની એનજીઓ પાની ફાઉન્ડેશનના કેટલાક પ્રોજેક્ટમાં બિઝી છે. આ પ્રોજેક્ટ માટે જ આમિર ખાન પત્ની કિરણ રાવ સાથે મહારાષ્ટ્રના ઝાવાદર્જુન ગામે પહોંચ્યા હતા. ત્યાં જ રસ્તામાં ઉબા રહીને તેમણે શેરડીનો રસ પીધો અને ફોટોઝ પણ શૅર કર્યા. આ ફોટોમાં આમિર ખાન પોતાની પત્ની કિરણ રાવ સાથે રસ્તા પર બનેલા ઢાબા પર બેઠેલા દેખાઈ રહ્યા છે. જેમાં તે પત્ની સાથે શેરડીનો રસ પીતા પીતા વાતો કરી રહ્યા છે.

 
 
 
View this post on Instagram

At Jawalarjun village yesterday. Stopped for the best ganney-ka-juice on the way there. #mejalmitra @paanifoundation

A post shared by Aamir Khan (@_aamirkhan) onApr 30, 2019 at 7:00pm PDT

 

NGOની સત્તાવાર જાહેરાત પ્રમાણે આમિર ખાને પાની ફાઉન્ડેશન નામનું એનજીઓ શરૂ કર્યું છે, જે મહારાષ્ટ્રમાં પાણીની તંગી દૂર કરવા કામ કરે છે. આ કામમાં કિરણ રાવ પણ આમિરને સાથ આપી રહી છે. સત્યમેવ જયતેની ટીમે રાજ્યમાં પાણીની સ્થિતિ પર કરેલા રિસર્માં ખુલાસો થયો કે દુષ્કાળ માટે કુદરત કરતા માણસો વધુ જવાબદાર છે. એટલે આમિર ખાન ખાસ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે.

આ પણ વાંચો ઃઅનુષ્કા શર્મા-વિરાટ કોહલીની આવી રહી છે લવ સ્ટોરી

વર્ક ફ્રંટની વાત કરીએ તો આમિર ખાનની છેલ્લી ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દોસ્તાન આવી હતી, જે બોક્સ ઓફિસ પર સુપરફ્લોપ સાબિત થઈ હતી. ત્યાર બાદ હવે આમિર ખાન લાલસિંહ ચઢ્ઢાની તૈયારી કરી રહ્યા છે. લાલસિંહ ચઢ્ઢા 1994માં આવેલી હોલીવુડની ફિલ્મ ફોરેસ્ટ ગમ્પની રિમેક છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK