સલમાન ખાનના પ્રૉડક્શન હાઉસમાં બનેલી ફિલ્મ 'નોટબુક' 29 માર્ચના રિલીઝ થવાની છે ત્યારે આ ફિલ્મના સ્ટાર કાસ્ટ ઝહીર ઇકબાલ અને પ્રનૂતન બહલ બન્નેની આ પહેલી ફિલ્મ છે. આ ફિલ્મ કાશ્મીરની સંસ્કૃતિ પર આધારિત છે. બન્ને કલાકારો સાઉથ મુંબઈના હોવાથી તેમણે આ ફિલ્મ માટે પોતાને કાશ્મીરી સંસ્કૃતિમાં ઢાળવાનો પ્રયત્ન કર્યો છે.
નોટબુક ફિલ્મ પોતાની ઈનોસન્ટ સ્ટોરીને લઈને ચર્ચામાં રહી છે. ફિલ્મમાં ઝહીર ઇકબાલ અને પ્રનૂતન બહલ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ કલાકારોએ પોતાને તેમના પાત્રને અનુરૂપ ઢાળવા માટે સખત મહેનત કરી છે. હકીકતે ઝહીર અને પ્રનૂતન સાઉથ મુંબઈમાં ઉછરેલા છે અને ફિલ્મમાં બન્ને કાશ્મીરી સંસ્કૃતિમાં ઢળાયેલા જોવા મળશે.
ઉલ્લેખનીય છે કે બન્ને કલાકારો મુંબઈના હોવાથી કાશ્મીરી સંસ્કૃતિને સમજવામાં, તેની ભાષા, ત્યાંના ઉચ્ચારણ, ત્યાંની રહેણી કરણી, ત્યાંનું કલ્ચર જાણવામાં કોઈ કસર બાકી રાખી નથી. ફિલ્મ નોટબુક તે સમય પર આધારિત ફિલ્મ છે જ્યારે ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા વિકસિત નહોતું અને આ ફિલ્મ દ્વારા નિતિન કક્કડે બે અજાણ્યા વ્યક્તિઓના પ્રેમ અને રોમેન્સનો જાદુ વિખેર્યો છે.
આ પણ વાંચો : EXCLUSIVE:પ્રનૂતન અને ઝ'હીરો' ખોલે છે, પોતાના નામ પાછળના રાઝ
ફિલ્મનું શૂટિંગ કાશ્મીરની ખીણમાં થયું છે જેમાં બે પ્રેમી ફિરદૌસ અને કબીરની લવ સ્ટોરીની સાથે ચાઈલ્ડ એકટર્સની દમદાર કાસ્ટિંગ જોવા મળશે. સલમાન ખાનના પ્રૉડક્શન હાઉસમાં બનેલી ફિલ્મ 'નોટબુક' 29 માર્ચના રિલીઝ થવાની છે
રિદ્ધિ અને મોનિકા ડોગરાએ શૂટ કરવા તૈયારી દેખાડી હતી : સાહિર રઝા
25th February, 2021 12:57 IST'તાંડવ' વિવાદ બાદ મુંબઇ પહોંચી UP પોલીસ, આ મામલે થશે પૂછપરછ
20th January, 2021 11:15 ISTકોલકતા ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલને પોસ્ટપોન
31st October, 2020 18:06 ISTઅક્ષય કુમારે મહામારીમાં પૂરું કર્યું 'બેલબૉટમ'નું શૂટ,નવું પોસ્ટર રિલીઝ
1st October, 2020 11:47 IST