ઝાયરા વસીમ જ નહીં આ બોલીવુડ અભિનેત્રીઓએ પણ છોડ્યું બોલીવુડ

Published: 1st July, 2019 18:13 IST | મુંબઈ ડેસ્ક

ઝાયરા વસીમ એકલી એવી અભિનેત્રી નથી જેણે અચાનક ઇન્ડસ્ટ્રી છોડી દેવાનો નિર્ણય લીધો હોય. આ પહેલા પણ ઘણી અભિનેત્રીઓ છે જે એકાએક બોલીવુડ છોડી દીધું હોય. આવો જોઈએ કોણ છે આ અભિનેત્રીઓ.

ઝાયરા વસીમ (ફાઇલ ફોટો)
ઝાયરા વસીમ (ફાઇલ ફોટો)

બોલીવુડ અભિનેત્રી ઝાયરા વસીમે એકાએક બોલીવુડ છોડવાનો નિર્ણય લઈને બધાંને આશ્ચર્ય ચકિત કરી દીધા છે. ઝાયરાએ સોશિયલ મીડિયા પર આ વાત જણાવતાં કહ્યું કે તે છેલ્લા પાંચ વર્ષથી આ ફીલ્ડમાં છે અને ખુશ નથી. એક્ટિંગ ઝાયરાની ધાર્મિક આસ્થા વચ્ચે આવી રહી છે. આ કારણે તેણે બોલીવુડમાંથી સન્યાસ લેવાનો નિર્ણય લીધો છે. આમ તો ઝાયરા વસીમ એકલી એવી અભિનેત્રી નથી જેણે એકાએક ઇન્ડસ્ટ્રી છોડવાનો નિર્ણય લીધો હોય. આ પહેલા પણ એવી ઘણી અભિનેત્રીઓ છે જે એકાએક બોલીવુડ છોડીને ચાલી ગઈ છે. આવો જોઈએ કોણ છે આ અબિનેત્રીઓ.

મયૂરી કાંગો

 
 
 
View this post on Instagram

Time is time

A post shared by Mayuri Kango (@mayuri_kango) onDec 21, 2018 at 5:49pm PST


ફિલ્મ પાપા કહેતે હે ફેમ મયૂરી કાંગોએ પણ ખૂબ જ ટૂંક સમયમાં બોલીવુડને અલવિદા કહી દીધું. મયૂરીએ 1995માં ફિલ્મ નસીમ, 1997માં ફિલ્મ બેતાબી અને 2000માં બાદલમાં કામ કર્યું. થોડાં સમયમાં જ મયૂરીએ એનઆરઆઇ સાથે લગ્ન કરી લીધા અને બોલીવુડ છોડવાનો નિર્ણય લઈ લીધો. આદે મયૂરી ફિલ્મોથી દૂર એક મલ્ટીનેશનલ કંપનીમાં મોટા પદ પર કાર્યરત છે.

મમતા કુલકર્ણી

 
 
 
View this post on Instagram

🌾🌾🌾

A post shared by Mamta Kulkarni (@mamta_kulkarni) onNov 30, 2014 at 11:58am PST


90ના દાયકાની મોટી અભિનેત્રીઓની જ્યારે પણ વાત થાય છે તો મમતા કુલકર્ણીનું નામ પણ લેવામાં આવે છે. પોતાના ગ્લેમરસ અવતારથી મમતાએ ઈન્ડસ્ટ્રીમાં પોતાની એક આગવી જગ્યા બનાવી હતી. પણ 2000માં જ તેમણે બોલીવુડ છોડવાનો નિર્ણય લઈ લીધો. 15 વર્ષ પછી કેન્યામાં જોવા મળી. તે પોતાના પુસ્તક ઑટોબાયોગ્રાફી ઑફ અ યોગિનીને લઇને ખૂબ જ ચર્ચામાં રહી.

આયશા કપૂર

 
 
 
View this post on Instagram

#windinmyhair #dontcare

A post shared by Ayesha Kapur (@ayeshakapur) onJan 19, 2017 at 12:57pm PST


સંજય લીલા ભણસાલીની ફિલ્મ બ્લેક જોવા મળેલી અભિનેત્રી આયશા કપૂર હવે ઇન્ડસ્ટ્રીથી દૂર છે. આયશા કપૂરે બ્લેકમાં રાણી મુખર્જીના બાળપણનું પાત્ર ભજવ્યું હતું. ફિલ્મમાં તેની એક્ટિંગના ખૂબ જ વખાણ થયા હતા. જો કે બે ફિલ્મો કર્યા પછી આયશાએ બોલીવુડ છોડવાનો નિર્ણય કરી લીધો.

આ પણ વાંચો : ઝાયરા વસીમના બોલીવુડ છોડવા પર રવિના ટંડને કહ્યું કંઈક આવું

આયેશા ટાકિયા


સલમાન ખાનની ફિલ્મ વૉન્ટેડ સાથે ચર્ચામાં આવેલી અભિનેત્રી આયેશા ટાકિયા પણ આ લિસ્ટમાં સામેલ છે. આયેશા ટાકિયાએ બોલીવુડમાં આવ્યા પછી સમાજવાદી પાર્ટીના નેતાના દીકરા ફરહાન આઝમી સાથે લગ્ન કરી લીધા અને ફિલ્મોથી હંમેશાં માટે અંતર વધારી દીધું. આયેશાના બોલીવુડ છોડવાથી તેના ચાહકો ઘણાં શૉક્ડ હતા.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK