Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ઝાયરા વસીમના બોલીવુડ છોડવા પર રવિના ટંડને કહ્યું કંઈક આવું

ઝાયરા વસીમના બોલીવુડ છોડવા પર રવિના ટંડને કહ્યું કંઈક આવું

01 July, 2019 04:17 PM IST | મુંબઈ

ઝાયરા વસીમના બોલીવુડ છોડવા પર રવિના ટંડને કહ્યું કંઈક આવું

ઝાયરા વસીમના બોલીવુડ છોડવા પર રવિના ટંડને કહ્યું કંઈક આવું


બોલીવુડ એક્ટર આમિર ખાનની બ્લોક બસ્ટર ફિલ્મ 'દંગલ'થી ડેબ્યુ કરીને રાતોરાત ફેમસ થયેલી કાશ્મીરી એક્ટ્રેસ ઝાયરા વસીમે ફિલ્મી કરિયરને અલવિદા કરવાનો નિર્ણય કર્યો છે. ઝાયરા વસીમે એક પોસ્ટ કરીને કહ્યું હતું કે ફિલ્મોના કારણે તે પોતાના ધર્મથી દૂર જી રહી છે. રવિવારે ઝાયરાએ પોતાના ફેસબુક પેજ પર એક લાંબી લચક પોસ્ટ લખી, જેમાં આ 18 વર્ષીય એક્ટ્રેસે પોતાના સારા કરિયરને છોડવા માટે ધાર્મિક કારણોનો હવાલો આપ્યો હતો. ઝાયરા વસીમે લખ્યું હતું,'5 વર્ષ પહેલા મેં એક નિર્ણય કર્યો, જેણે મારી જિંદગી બદલી નાખી. મેં જેવો બોલીવુડમાં પગ મૂક્યો કે મારી લોકપ્રિયતાના દરવાજા ખુલી ગયા.'

બોલીવુડમાં પોતાના જામેલા કરિયરને છોડવા માટે ધાર્મિક કારણો આપવા પર ઝાયરા વસીમની ખૂબ જ ટીકા થઈ રહી છે. બોલીવુડ સ્ટાર્સ પણ તેની ટીકા કરી રહ્યા છે. એક્ટ્રેસ રવિના ટંડને પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી ટ્વિટ કરીને કહ્યું,'જો કોઈ બે ફિલ્મ જૂનો એક્ટર ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી ખુશ નથી અને જે ઈન્ડસ્ટ્રીએ તેના માટે ઘણું કર્યું છે તેને છોડી દે છે, તો કોઈ ફરક નથી પડતો. બસ એટલી જ ઈચ્છા છે કે તે સન્માન સાથે બહાર નીકળી જાય અને પોતાના વલણને પોતાના સુધી જ સીમિત રાખે.'




આ ઉપરાંત બાંગ્લાદેશી લેખિકા તસ્લીમા નસરીને પણ ઝાયરા વસીમની ટીકા કરી છે. તેમણે એક ટ્વિટ કરીને કહ્યું કે,'હે ભગવાન, બોલીવુડની ટેલેન્ટેડ એક્ટ્રેસ ઝાયરા વસીમ હવે ફિલ્મી દુનિયા છોડવા ઈચ્છે છે, કારણ કે તેને લાગે છે કે એક્ટિંગ કરિયર તેનો અલ્લાહ પરનો વિશ્વાસ ખતમ કરી રહ્યું છે. કેવો નિર્ણય છે આ. મુસ્લિમ સમુદાયમાં કેટલીય ટેલેન્ટ બુરખાના અંધારા પાછળ જીવન વીતાવવા મજબૂર થઈ રહી હશે.'


ઉલ્લેખનીય છે કે ઝાયરાએ 2016માં આમિર ખાનની 'દંગલ'તી બોલીવુડમાં ડેબ્યુ કર્યો હતો. ઝાયરા વસીમને આ ફિલ્મ માટે નેશનલ એવોર્ડ મળ્યો હતો. ઝાયરાએ ફિલ્મમાં પહેલવાન ગીતા ફોગટના બાળપણનો રોલ કર્યો હતો, જે માટે તેને બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો. આ ઉપરાંત ઝાયરાએ આમિર ખાનની સાથે જ અન્ય એક ફિલ્મ સિક્રેટ સુપર સ્ટારમાં પણ કામ કર્યું હતું. આ ફિલ્મ માટે ઝાયરાને ફિલ્મ ફેરનો બેસ્ટ એક્ટ્રેસ ક્રિટીક એવોર્ડ મળ્યો હતો.

Whatsapp-channel Whatsapp-channel

01 July, 2019 04:17 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK