Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ડિયર કૉમરેડને લઈને હજી સુધી કોઈ કલાકારને અપ્રોચ કરવામાં નથી આવ્યા : કરણ

ડિયર કૉમરેડને લઈને હજી સુધી કોઈ કલાકારને અપ્રોચ કરવામાં નથી આવ્યા : કરણ

27 July, 2019 11:55 AM IST | મુંબઈ

ડિયર કૉમરેડને લઈને હજી સુધી કોઈ કલાકારને અપ્રોચ કરવામાં નથી આવ્યા : કરણ

કરણ જોહર

કરણ જોહર


‘ડિયર કૉમરેડ’ની હિન્દી રીમેકને લઈને કરણ જોહરે ચોખવટ કરતાં જણાવ્યું હતું કે તે‌ણે હજી સુ ધી આ ફિલ્મ માટે કોઈ લીડ ઍક્ટર્સને અપ્રોચ નથી કર્યા. વિજય દેવરાકોન્ડાની ‘ડિયર કૉમરેડ’ની હિન્દી રીમેક બનાવવાની જાહેરાત હાલમાં જ કરણ જોહરે કરી હતી. એવી ચર્ચા ચાલી રહી છે કે કરણ આ ફિલ્મ માટે જાહ્‍નવી કપૂર અને ઈશાન ખટ્ટરને સાઇન કરશે. જોકે કરણનું કહેવું છે કે આ ફિલ્મ પર કામ ચાલી રહ્યું છે.

આ પણ જુઓ : દ્રષ્ટિ ધામીઃ ટીવીની સૌથી વધુ કમાતી એક્ટ્રેસ છે આ મિઠડી ગુજરાતણ



આ સંદર્ભે ટ્‍‍વિટર પર કરણ જોહરે ટ્વીટ કર્યું હતું કે ‘ફિલ્મ ‘ડિયર કૉમરેડ’ની ટીમને ઑલ ધ બેસ્ટ અને આશા રાખુ છે કે એને ભરપૂર સફળતા મળે. સાથે જ એક બાબત અંગે ચોખવટ કરવા માગુ છું કે આ ફિલ્મ માટે હજી સુધી કોઈ પણ લીડ ઍક્ટર્સને પસંદ કે અપ્રોચ નથી કરવામાં આવ્યા. આ લવલી ફિલ્મની સ્ક્રિપ્ટ પર હાલમાં કામ ચાલી રહ્યું છે.’


Whatsapp-channel Whatsapp-channel

27 July, 2019 11:55 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK