મનમીત ગરેવાલે કરેલા સુસાઇડ વિશે નિયા શર્માએ કહ્યું...

Published: May 20, 2020, 19:02 IST | Gujarati Mid-day Correspondent | Mumbai

ઘણા લોકોને પેમેન્ટ નથી મળ્યાં અને તેઓ પાગલ થઈ રહ્યા છે

નિયા શર્માનું કહેવું છે કે ઇન્ડસ્ટ્રીમાં એવા ઘણા લોકો છે જેમને પેમેન્ટ નથી મળી રહ્યું અને એને કારણે તેઓ ધીરજ ખોઈ રહ્યા છે. મુંબઈમાં હાલમાં જ ટીવી-ઍક્ટર મનમીત ગરેવાલે પંખા પર ફાંસો ખાઈને સુસાઇડ કરી લીધું હતું. આ સુસાઇડ પાછળનું કારણ તેણે પોતાના પર વધી રહેલું દેવું અને કામ ન મળવું એ જણાવ્યું છે. તેને પ્રોડ્યુસર દ્વારા પૈસા પણ નહોતા મળી રહ્યા. આ વિશે વાત કરતાં મનમીતનો ફોટો શૅર કરીને નિયા શર્માએ કહ્યું કે ‘હું તેને ઓળખું છું એવું નથી, પરંતુ સુસાઇડનું કારણ તેની ફાઇનૅન્શિયલ કન્ડિશન હતી એ જાણીને ખૂબ ડિસ્ટર્બ છું. શું તે

એકલો એવી માણસ છે જે આ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે? નહીં, દરેક વ્યક્તિ એમાંથી પસાર થઈ રહ્યો છે. મારા ઘણા ઍક્ટર્સ ફ્રેન્ડ છે જેમને છેલ્લા વર્ષ અથવા તો એનાથી પણ લાંબા સમયથી પૈસા ચૂકવવામાં નથી આવી રહ્યા. તેમના ઈએમઆઇ અને રેન્ટ દિવસે-દિવસે વધી રહ્યાં છે. આ વર્ષે પણ ઇન્ડસ્ટ્રી ક્યારે શરૂ થશે એ નક્કી નથી. દરેક વ્યક્તિ કોઈ ને કોઈ રીતે ધીરજ ખોઈ રહી છે. મને ખબર છે કે પ્રોડ્યુસર્સને માથે ખૂબ જ મોટું રિસ્ક હોય છે અને તેમના પ્રૉબ્લેમ પણ મોટા હોય છે. બિઝનેસ ક્યારે શરૂ થશે એ વિશે કોઈ માહિતી નથી, પરંતુ એમ છતાં તેઓ તેમના ખૂબ જ મોટા સ્ટાફને હૅન્ડલ કરી રહ્યા છે એ પણ કાબિલે-દાદ છે. હું તેમની રિસ્પેક્ટ કરું છું અને લાખો લોકો માટે જૉબ ઊભી કરવા બદલ તેમનો આભાર પણ માનું છું. જોકે હું તમામ ઍક્ટર્સ અને ફ્રેન્ડ્સને વિનંતી કરવા માગું છું કે તેમના બાકીના પૈસા તેમને જેમ બને એમ વહેલા ચૂકવી દેવામાં આવશે, પરંતુ તેમણે કોઈ ખોટાં સ્ટેપ લેવાની જરૂર નથી.’

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK