કાર્તિક ગોએન્કાની લાઇફમાં કઈ યુવતી આવવાની છે?

Published: 30th November, 2020 15:23 IST | Nirali Dave | Mumbai

યે રિશ્તા ક્યા કહલાતા હૈમાં હાલમાં ચાલી રહેલા કાર્તિક-કાયરાના ટ્રૅકમાં એક સાઇકિયાટ્રિસ્ટ યુવતીની એન્ટ્રી થવાની છે. એ પાત્ર ડાન્સર-ઍક્ટ્રેસ વૃશિકા મહેતા ભજવવાની છે

વૃશિકા મહેતા
વૃશિકા મહેતા

સ્ટાર પ્લસ પર વર્ષોથી એટલે કે ૨૦૦૯થી ચાલી રહેલા સોપ ઑપેરા ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’માં એક નવા પાત્રની એન્ટ્રી થવાની છે. વર્ષો સુધી ધારાવાહિકને રસપ્રદ રીતે ટકાવી રાખવા માટે વાર્તામાં નાનામોટા વળાંક આવતા રહે છે. લીપ યર (વાર્તાને થોડાં વર્ષ આગળ ધપાવવી) અને સ્પિન ઑફ (જાણીતા થયેલા પાત્રને લઈને અલગ જ વાર્તા ઊભી કરવી) નો પણ ઉપયોગ થતો રહે છે. હાલમાં કાર્તિક અને નાયરા ગોએન્કાએ બાળકો સાથે મુંબઈમાં લાઇફ શરૂ કરી છે એયો ટ્રૅક ચાલી રહ્યો છે. સમાચાર છે કે કાર્તિકની જિંદગીમાં એક નવી છોકરી આવવાની છે.

કાર્તિકનું પાત્ર મોહસિન ખાન અને નાયરાનું પાત્ર શિવાંગી જોશી ભજવી રહી છે. હવે કાર્તિકની લાઇફમાં આવનારી યુવતી સાઇકિયાટ્રિસ્ટ છે અને તે આવવાથી કાર્તિક અને નાયરાની લવસ્ટોરીમાં અસર પડવાની છે. તે યુવતીનું પાત્ર ડાન્સર અને ‘દિલ દોસ્તી ડાન્સ’  અને ‘યે તેરી ગલિયાં’ ફેમ ઍક્ટ્રેસ વૃશિકા મહેતા ભજવવાની છે. આ ટ્રૅકને લઈને એક રસપ્રદ વાત એ પણ કહેવાઈ રહી છે કે જરૂરી નથી કે આ નવા પાત્રની એન્ટ્રીથી કાર્તિક અને કાયરાના સંબંધમાં ખરાબ અસર પડે. તેમનું બૉન્ડ વધુ મજબૂત પણ થઈ શકે છે! જોઈએ, મેકર્સ સાઇકિયાટ્રિસ્ટનું પાત્ર કઈ રીતે મુંબઈમાં આકાર લેતા શોના નેક્સ્ટ ટ્રૅકમાં ભેળવે છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK