Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > BreastFeeding પર નેહા ધુપિયાએ શૅર કર્યો ઈમોશલન વીડિયો, કરી છે આ વિનંતી

BreastFeeding પર નેહા ધુપિયાએ શૅર કર્યો ઈમોશલન વીડિયો, કરી છે આ વિનંતી

05 August, 2019 02:42 PM IST | મુંબઈ

BreastFeeding પર નેહા ધુપિયાએ શૅર કર્યો ઈમોશલન વીડિયો, કરી છે આ વિનંતી

નેહા ધુપિયા

નેહા ધુપિયા


બૉલીવુડ એક્ટ્રેસ નેહા ધુપિયાએ ઈન્ટરનેશનલ બ્રેસ્ટફીડિંગ વીકમાં પોતાની દીકરી મેહર સાથે એક ઈમોશનલ વીડિયો શૅર કર્યો છે. સાથે જ એક કેમ્પેન લૉન્ચ કરી છે, જેમાં બધા માંગ કરી રહ્યા છે કે દરેક માતાને બ્રેસ્ટફીડિંગ કરાવવાની સ્વતંત્રતા હોવી જોઈએ. સાથે જ નેહા ધુપિયાએ સ્ટોરી શૅર કરતા પોતાની અને દીકરીના વચ્ચેના સંબંધની ભાવનાને દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. સાથે જ મહિલાઓને પણ પોતાની વાર્તા શૅર કરવા માટે કહ્યું છે.

 
 
 
View this post on Instagram

Let’s start a conversation... as mothers we need #freedomtofeed ... #internationalbreastfeedingweek ... @freedomtofeed #ItsNotAnAd

A post shared by Neha Dhupia (@nehadhupia) onAug 1, 2019 at 9:25pm PDT




 

નેહાએ વીડિયો શૅર કરતા કહ્યું #freedomtofeed એટલે 'દૂધ પીવડાવવાની સ્વતંત્રતા' કેમ્પેનની શરૂઆત કરી છે. આ વીડિયોમાં નેહા મેસેજ આપી રહી છે અને પોતાના બાળક સાથે સમય પસાર કરી રહી છે. જણાવી દઈએ કે બ્રેસ્ટફીડિંગ વીક ચાલી રહ્યું છે, જે 1 ઑગસ્ટથી 7 ઑગસ્ટની વચ્ચે છે. નેહાએ વીડિયોમાં જણાવ્યું કે એક વાર તે ફ્લાઈટથી જઈ રહી હતી ત્યારે એને દીકરીને ફીડિંગ કરાવવાની જરૂર પડી.


એમણે સ્ટોરીને શૅર કરતા કહ્યું હું તે સમયે બેબીને ફીડિંગ કરાવવાની હતી. ત્યારે કેબિન ક્રૂએ કહ્યું કે જેને પણ વૉશરૂમનો ઉપયોગ કરવો હોય તો કરી શકે છે, કારણકે 10-15 મિનિટ સુધી કોઈ જઈ શકશે નહીં. કારણકે મને બાળકને ફીડિંગ કરાવવું છે. તે સમયે મને લાગી રહ્યું હતું કે ક્યારે પણ બેલ્ટ બાંધવા માટે નહીં કીધું, નહીં તો મુસીબત થઈ જશે. આ એક અલગ અનુભવ હતો.

આ પણ વાંચો : Friendship Day:બોલીવુડની આ એક્ટ્રેસ છે એકબીજાની બેસ્ટ ફ્રેન્ડઝ

જણાવી દઈએ કે નેહાએ મે 2018માં અંગદ બેદી સાથે લગ્ન કર્યા હતા અને નવેમ્બરમાં એમણે દીકરીને જન્મ આપ્યો. દીકરીનું નામ મેહર છે, જે હવે 10 મહિનાની થઈ ગઈ છે.

Whatsapp-channel Whatsapp-channel

05 August, 2019 02:42 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK