નમિત દાસને એ વાતની ખુશી છે કે હવે થિયેટર્સ શરૂ થવાનાં છે. પૃથ્વી થિયેટરમાં ચાલી રહેલા એક ફંક્શનમાં હાજરી આપવા તે પહોંચ્યો હતો. નમિતે ‘વેક અપ સિડ’, ‘સુઈ ધાગા’ અને ‘પટાખા’ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. આ સિવાય તેણે વેબ-સિરીઝ ‘આર્યા’ અને ‘માફિયા’માં પણ કામ કર્યું હતું. થિયેટર પ્રતિના પ્રેમ વિશે નમિતે કહ્યું હતું કે ‘હું જ્યારે કૉલેજમાં હતો ત્યારે થિયેટરમાં ઝંપલાવ્યું હતું અને બાદમાં તરત જ કલાકારોની દુનિયા તરફ આકર્ષાયો હતો. હું પૃથ્વીમાં સતત પ્લે જોતો હતો. એથી પહેલી વખત હું બૅકસ્ટેજ ગયો હતો અને મને એવું લાગ્યું કે હું સ્ટેજ પર કામ કરું. બસ, ત્યારથી જ હું સતત ઍક્ટિંગ કરી રહ્યો છું. થિયેટર્સ માટે આ વર્ષ અઘરું રહ્યું હતું અને મને એ વાતની ખુશી છે કે એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીની પારંપરિક ધડકન શરૂ થવાની છે. પૃથ્વી થિયેટર કળાને નિખારે છે અને ઇન્ડસ્ટ્રી માટે એક સ્કૂલ સમાન જ છે.’
પગમાં શું થયું આદિત્ય નારાયણને?
2nd March, 2021 12:32 ISTCONFIRMED: કાર્તિક આર્યને આપ્યા બ્રેકિંગ ન્યૂઝ, નેટફ્લિક્સ પર કરશે 'ધમાકા'
2nd March, 2021 12:26 ISTકિન્નર સમાજનાં ગુરુમાના આશીર્વાદ લીધા રુબીના દિલૈકે
2nd March, 2021 11:57 ISTઈજાગ્રસ્ત લોકો માટે યોગની ટિપ્સ આપી શિલ્પાએ
2nd March, 2021 11:54 IST