આયુષ શર્માએ જણાવ્યું છે કે તેની વધતી ફૅટ માટે તેની વાઇફ અર્પિતા ખાન શર્મા જવાબદાર છે. આ બન્નેનાં લગ્ન ૨૦૧૪માં થયાં હતાં. આ બન્નેને આહિલ અને આયત નામનાં બાળકો છે. આયુષનું કહેવું છે કે તેની વાઇફ તેના માટે દરરોજ અલગ-અલગ અને સ્વાદિષ્ટ ભોજન બનાવે છે. અર્પિતાએ બનાવેલી કેકનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને આયુષે કૅપ્શન આપી હતી કે ‘લૉકડાઉન આપણા બધા માટે એક નવો બોધપાઠ લઈને આવ્યું છે. અર્પિતા ખાન શર્માએ પોતાની છુપાયેલી ટૅલન્ટથી અમને સૌને સરપ્રાઇઝ આપી છે. અમને બધાને સ્વાદિષ્ટ ભોજન જેમ કે કૉર્ન ફ્લેક ચિકનથી માંડીને મશરૂમ, પાસ્તા, બેસિલ ચિકનથી લઝાન્યા સુધીનું જમાડ્યું છે. ગઈ કાલે અર્પિતાએ આ સુંદર કેક મારા ડૅડી માટે બનાવી હતી. થૅન્ક યુ સો મચ લવ. મારી વધતી ફૅટ માટે મારી વાઇફને દોષ આપજો, મારા માટે તો સ્ટ્રિક્ટ ડાયટ પર ટકી રહેવું મુશ્કેલ છે.’
સલમાન ખાન અને આયુષ શર્માની 'અંતિમ-ધ ફાઈનલ ટ્રુથ'નો ફર્સ્ટ લૂક વાઈરલ, જુઓ
21st December, 2020 18:20 ISTસામે આવ્યો સલમાનની ફિલ્મ અંતિમનો ફર્સ્ટ લૂક, આ અંદજમાં દેખાયા ભાઈજાન
10th December, 2020 19:46 ISTજાણો કેમ સલમાન ખાનની બહેન અર્પિતાએ રેસ્ટોરન્ટમાં તોડી પ્લેટ્સ, આ છે એનું કારણ
7th December, 2020 16:10 ISTસોનાક્ષી સિન્હા બાદ આ સેલેબ્ઝે પણ ટ્વિટરને અલવિદા કહ્યું
22nd June, 2020 16:33 IST