અમદાવાદઃ મ્યુઝિક ડાયરેક્ટર શેખરને 3 ઈંડા પડ્યા 1672માં! જાણો કેમ...

Published: Nov 15, 2019, 08:55 IST | Ahmedabad

અમદાવાદમાં શેખર રાવજીયાણીએ ત્રણ ઈંડા માટે એટલા પૈસા ચુકવવા પડ્યા કે તેને જોઈને તમે ચોંકી જશો..જાણો શું છે આખી ઘટના!

શેખર રાવજીયાણી
શેખર રાવજીયાણી

બોલીવુડના જાણીતા સંગીત નિર્દેશખ વિશાલ શેખરના જોડીદાર શેખર રાવજીયાણીએ હાલમાં જ ટ્વિટર પર એક બિલ પોસ્ટ કર્યું છે. આ બિલને વાંચીને તમે ચોંકી જશો, કારણ કે આ બિલના અનુસાર ત્રણ ઈંડાના સફેદ ભાગ માટે શેખરે 1672 રૂપિયા ચુકવવા પડ્યા. આ બિલ ફાઈવ સ્ટાર હોટેલ હયાત રિજેન્સીનું છે.

મહત્વનું છે કે ટ્વિટર પર બિલ શેર કરતા જ તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયું છે. ટ્વિટર પર આ બિલની કોપી શેર કરતા શેખરે લખ્યું કે, ત્રણ ઈંડાની સફેદી માટે 1672 રૂપિયા? આ જરૂર કરતા વધુ મોંઘું જમવાનું હતું.


રાહુલ બોસ બે કેળાના ચુકાવ્યા હતા આટલા પૈસા
આ પહેલા પણ આવું થઈ ચુક્યું છે જ્યારે બોલીવુડ અભિનેતા રાહુલ બોસે ફાઈવ સ્ટાર હોટલ જેડબ્લ્યૂ મેરિયટમાં બે કેળા માટે 442 રૂપિયા ચુકવ્યા હતા. મામલો વધ્યા બાદ હોટેલ પર 25 હજારનો દંડ લગાવ્યો હતો. જો કે બાદમાં તેને યોગ્ય ગણાવતા ફેડરેશન ઑફ હોટેલ એન્ડ રેસ્ટોરેન્ટ એસોસિયેશન ઑફ ઈન્ડિયાના ઉપાધ્યક્ષ જીએસ કોહલીએ કહ્યું હતું કે હોટેલમાં કોઈ પણ વસ્તુ સસ્તામાં નથી મળતી. જેની પાછળ તેમનો તર્ક એ હતો કે રસ્તા પર 10 રૂપિયામાં વેચાતી કૉફી હોટેલમાં 250 રૂપિયામાં આપવામાં આવે છે, જેનું કારણ એ છે કે હોટેલ માત્ર સામાનને જ નથી ખરીદતા, પરંતુ સેવા, ગુણવત્તા, કટલરી અને સાફ સફાઈનું પણ ધ્યાન રાખે છે, જેનો ભાવ ગ્રાહક પાસેથી વસૂલવામાં આવે છે.

ફાઈવ સ્ટાર હોટેલના જમવામાં કીડા
થોડા સમય પહેલા પ્રિયંકા ચોપરા સાથે જે થયું તેણે ફાઈવ સ્ટાર હોટેલની ગુણવત્તા પર સવાલ ઉભા કરી દીધા છે. પ્રિયંકા ચોપરા પોતાની બહેન મીરા ચોપરા સાથે એક ફાઈવ સ્ટાર હોટેલમાં જમવા પહોંચી હતી, જ્યાં તેના જમવામાંથી કીડા નિકળ્યા હતા. મીરાએ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. મીરાએ લખ્યું હતું કે, અમદાવાદના હોટેલના જમવામાં કીડા નિકળા. આ હોટેલ વાળા આટલા પૈસા વસૂલે છે અને તેના બદલામાં કીડાવાળું જમાડે છે. આ ચોંકાવનારી ઘટના છે, હું પુછવા માંગું છું કે સુરક્ષા નિયમ હવે ક્યાં છે.

priyanka

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK