સલમાન ખાને તાજેતરમાં જ જાહેરાત કરી હતી કે પોતાની ફિલ્મ રાધે-યૉર મોસ્ટ વોન્ટેડ ભાઈને તેઓ આ વર્ષે ઈદના દિવસે થિયેટરોમાં રિલીઝ કરશે, જેથી થિયેટર્સને નુકસાનથી દૂર નીકળી શકે. જોકે બધા તમામ મોટા સ્ટાર્સ ફિલ્મોને થિયેટર્સમાં લાવવાથી ખચકાતાં હતા, પરંતુ આ દરમિયાન ઓછા બજેટની ફિલ્મો થિયેટરોમાં જવાનું શરૂ કરી દીધી છે.
The wait is about to end! Get ready to see how #MadamChiefMinisters sparkes the biggest political revolution and sets it in motion! In cinemas tomorrow! Stay tuned
— TheRichaChadha (@RichaChadha) January 21, 2021
Book your tickets now: https://t.co/jVPJsnfip4 @saurabhshukla_s #ManavKaul @TSeries #BhushanKumar #KrishanKumar pic.twitter.com/3M64Q4Siw2
2021ના ચોથા શુક્રવારે 22 જાન્યુઆરીએ રિચા ચઢ્ઢાની ફિલ્મ 'મેડમ ચીફ મિનિસ્ટર' સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. ઉત્તર પ્રદેશની રાજકીય પૃષ્ઠભૂમિ પર આધારિત આ ફિલ્મનું નિર્દેશન સુભાષ કપૂરે કર્યુંવ છે, જે આની પહેલા જૉલી એલએલબી જેવી ફિલ્મ સીરીઝ બનાવી ચૂક્યા છે. જૉલી એલએલબી 2માં અક્ષય કુમારે મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં સૌરભ શુક્લા અને માનવ કૌલ જેવા કલાકારો રિચા સાથે સ્ક્રીન સ્પેસ શેર કરી રહ્યા છે.
મેડમ ચીફ મિનિસ્ટર તેના એક પોસ્ટરને લઈને વિવાદમાં પણ રહી હતી. રિચા વિરૂદ્ધ હરિયાણામાં પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી હતી. જોકે અભિનય માટે લોકો રિચાના ઘણા વખાણ કરી રહ્યા છે. મસાનમાં રિચા સાથે કામ કરનાર વિકી કૌશલ, ગુલશન દેવૈયા અને કપિલ શર્માએ ફિલ્મમાં અભિનય માટે રિચાની પ્રશંસા કરી છે.
મેડમ ચીફ મિનિસ્ટર જાન્યુઆરીમાં થિયેટરોમાં રિલીઝ થનારી બીજી ફિલ્મ છે. આ પહેલા પહેલી જાન્યુઆરીએ 'રામપ્રસાદ કી તેરહવીં' ફિલ્મ આવી હતી, જે સીમા પાહવાની ડાયરેક્ટોરિયલ ડેબ્યૂ ફિલ્મ હતી. આ ફિલ્મમાં કોંકણા સેન શર્મા, મનોજ પાહવા, વિક્રાન્ત મેસી, પરમબ્રત ચેટર્જી જેવા શ્રેષ્ઠ કલાકારોએ કામ કર્યું હતું. જોકે બૉક્સ ઑફિસ પર 'રામપ્રસાદ કી તેરહવીં' પૂરી રીતે નિષ્ફળ રહી હતી.
જો થિયેટરોના લૉકડાઉન હટ્યા બાદથી રિલીઝ થયેલી ફિલ્મોની વાત કરીએ તો મેડમ ચીફ મિનિસ્ટર પાંચમી નવી બૉલીવુડ ફિલ્મ છે, જે થિયેટર્સનાં રિલીઝ થશે. 15 ઑક્ટોબરથી સિનેમાઘર ખોલવાની પરવાનગી મળ્યા બાદ પહેલી રિલીઝ 'સૂરજ પે મંગલ ભારી' હતી, જે 15 નવેમ્બરના રોજ થિયટેરમાં આવી હતી. મનોજ બાજપેયી, દિલજીત દોસાંઝ અને ફાતિમા સન શેખે ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. બાદ 11 ડિસેમ્બરના રોજ 'ઈન્દુ કી જવાની' અને 25 ડિસેમ્બરના રોજ રિચા ચઢ્ઢા અને પંકજ ત્રિપાઠીની ફિલ્મ 'શકીલા' રિલીઝ થઈ હતી. આ જોકે આ તમામ ફિલ્મોને થિયેટર્સમાં વધારે દર્શકો નહોતા મળ્યા.
અલી ફઝલ અને રિચા ચઢ્ઢાએ પ્રોડક્શન હાઉસની જાહેરાત કરી
4th March, 2021 13:27 ISTરીલની સાથે રિયલ લાઇફમાં પણ ઉર્દૂ કવિતા પસંદ છે રિચા ચઢ્ઢાને
4th February, 2021 12:31 ISTમૅડમ ચીફ મિનિસ્ટર માટે ભીમ સેનાએ મારવાની ધમકી આપી રિચા ચઢ્ઢાને
19th January, 2021 16:41 ISTMadam Chief Minister: રિચા ચઢ્ઢાને મળી મારી નાખવાની ધમકી...
18th January, 2021 18:20 IST