Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મોન્ટુની બિટ્ટુઃસ્કૂટર પર આવી રહી છે આરોહી ! જુઓ ફિલ્મનું પોસ્ટર

મોન્ટુની બિટ્ટુઃસ્કૂટર પર આવી રહી છે આરોહી ! જુઓ ફિલ્મનું પોસ્ટર

18 July, 2019 04:18 PM IST | અમદાવાદ

મોન્ટુની બિટ્ટુઃસ્કૂટર પર આવી રહી છે આરોહી ! જુઓ ફિલ્મનું પોસ્ટર

મોન્ટુની બિટ્ટુઃસ્કૂટર પર આવી રહી છે આરોહી ! જુઓ ફિલ્મનું પોસ્ટર


આરોહી પટેલની અપકમિંગ ફિલ્મ મોન્ટુની બિટ્ટુની ચર્ચા બધે જ ચાલી રહી છે. ત્યારે હવે ફિલ્મનું ઓફિશિયલ પોસ્ટર રિલીઝ કરી દેવાયું છે. જી હાં, આરોહી, મેહુલ સોલંકી અને મૌલિક નાયકની અપકમિંગ ફિલ્મ મોન્ટુની બિટ્ટુનું પોસ્ટર રિલીઝ થઈ ચૂક્યુ છે. આ પોસ્ટરમાં આરોહી અને મૌલિક નાયક દેખાઈ રહ્યા છે.

પોસ્ટરમાં આરોહી અને મૌલિક સ્કૂટર પર દેખાઈ રહ્યા છે. જો કે પોસ્ટરની બોર્ડરમાં એક દરવાજો દર્શાવાયો છે, જ્યારે પાછળ હેરિટેજ ઈમારતો દેખાઈ રહી છે. જેના પરથી લાગી રહ્યું છે કે આ ફિલ્મ જૂના અમદાવાદના બેકગ્રાઉન્ડ પર હશે. સાથે જ પોસ્ટરમાં સ્કૂટર આરોહી ચલાવી રહી છે, જ્યારે તેની પાછળ બેઠેલા મૌલિક નાયકે હેલ્મેટ પહેર્યો છે. અને તે પડતા હોય તેવું પોસ્ટરમાં બતાવાયું છે. જાણે આરોહી એટલે કે બિટ્ટુ તોફાની અંદાજમાં સ્કૂટર ચલાવતી હોય તેવું લાગી રહ્યું છે..




ઉલ્લેખનીય છે કે વિજયગિરી બાવાની ફિલ્મ મોન્ટુની બિટ્ટુ ઓગસ્ટમાં રિલીઝ થવાની છે. વિજયગિરી ફિલ્મોઝના બેનર હેઠળ બનેલી આ ફિલ્મને ટ્વિંકલગિરી બાવાએ પ્રોડ્યુસ કરી છે. ફિલ્મમાં આરોહીની સાથે સાથે મૌલિક નાયક, મેહુલ સોલંકી, હેમાંગ શાહ અને હેપ્પી ભાવસાર દેખાશે. તો આ જ ફિલ્મથી રામાનંદ સાગરની કૃષ્ણલીલા ફૅમ પિંકી પરીખ (રુક્મણિ) પણ લાંબા અરસા બાદ કમબેક કરી રહ્યા છે. આરોહીએ વિજયગિરી બાવાની જ ક્રિટિકલી એક્લેઈમ્ડ ફિલ્મ 'પ્રેમજીઃધ રાઈસ ઓફ વોરિયર'થી ડેબ્યુ કર્યો હતો. આ ફિલ્મ ઓગસ્ટમાં રિલીઝ થઈ રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

18 July, 2019 04:18 PM IST | અમદાવાદ |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK