બ્લૅક વિડોઝમાં જોવા મળશે મોના સિંહ, સ્વસ્તિકા મુખરજી અને શમિતા શેટ્ટી

Published: Sep 05, 2020, 19:41 IST | Gujarati Mid-day Correspondent | Mumbai

આ સિરીઝનું શૂટિંગ તમામ સાવધાની રાખીને કલકત્તામાં ચાલી રહ્યું છે

શમિતા શેટ્ટી
શમિતા શેટ્ટી

ZEE5ની ‘બ્લૅક વિડોઝ’માં મોના સિંહ, સ્વસ્તિકા મુખરજી અને શમિતા શેટ્ટી જોવા મળવાની છે. આ સિરીઝનું શૂટિંગ તમામ સાવધાની રાખીને કલકત્તામાં ચાલી રહ્યું છે. ૧૨ એપિસોડની આ સિરીઝ બનાવવા માટે ZEE5એ લંડનના NENT સ્ટુડિયો સાથે ડીલ કરી છે, જે આ જ નામથી અગાઉ બનાવવામાં આવી હતી. બિરસા દાસગુપ્તાના ડિરેક્શનમાં બની રહેલા આ શોમાં શરદ કેળકર, રાયમા સેન, પરમબ્રત ચટ્ટોપાધ્યાય, આમિર અલી અને સબ્યસાચી ચક્રવર્તી પણ જોવા મળશે. સિરીઝની આ સ્ટોરી ત્રણ બેસ્ટ ફ્રેન્ડ્સની છે જે પોતાના હસબન્ડને મારવાનો પ્રયાસ કરે છે. શો વિશે મોના સિંહે કહ્યું હતું કે ‘કાસ્ટ અદ્ભુત છે. બિરસા ખૂબ જ સરસ રીતે કામ કરે છે જે સ્ટોરીને જકડી રાખવાની સાથે જ અમને અમારા રોલ્સને સારી રીતે ભજવવાની પણ સ્વતંત્રતા આપે છે. દર્શકોને આ શો દેખાડવા માટે હું ખૂબ આતુર છું.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK