લગ્ન કરવા જઈ રહી છે 'જસ્સી જેસી કોઈ નહીં'ની જસ્સી, થઈ રહી છે ચર્ચા

Published: Dec 07, 2019, 20:55 IST | Mumbai Desk

માનવામાં આવી રહ્યું છે કે મોના સિંહ, સાઉથના કોઇક ઇન્વેસ્ટમેન્ટ બૈંકર સાથે લગ્ન કરવાની પ્લાનિંગ કરી રહી છે. મુંબઇ મિરરની ખબર પ્રમાણે, પોતાના લગ્ન માટે મોના સિંહ 14 ડિસેમ્બર પહેલા પોતાના શૂટ અને બાકીના કામ પૂરા કરી રહી છે.

ટેલીવિઝન અભિનેત્રી મોના સિંહે સીરિયલ જસ્સી જૈસી કોઇ નહીં દ્વારા મોટું નામ મેળવ્યું હતું. તેના પછી અત્યાર સુધી મોના સિંહ ઘણી સિરીયલોમાં કામ કરી ચૂકી છે. હવે ચર્ચા છે મોના ટૂંક સમયમાં જ લગ્ન કરવા જઈ રહી છે.

માનવામાં આવી રહ્યું છે કે મોના સિંહ, સાઉથના કોઇક ઇન્વેસ્ટમેન્ટ બૈંકર સાથે લગ્ન કરવાની પ્લાનિંગ કરી રહી છે. મુંબઇ મિરરની ખબર પ્રમાણે, પોતાના લગ્ન માટે મોના સિંહ 14 ડિસેમ્બર પહેલા પોતાના શૂટ અને બાકીના કામ પૂરા કરી રહી છે. જણાવીએ કે મોના સિંહે ક્યારેય પોતાના બૉયફ્રેન્ડ સાથેના સંબંધો વિશે પબ્લિકમાં વાત નથી કરી.

મોના હાલ એકતા કપૂરના શૉ કહેને કો હમસફર છે કે શૂટિંગમાં વ્યસ્ત છે. તેણે શૉના મેકર્સને તેના પ્લાન્સને કારણે સ્ટોરીમાં થોડાં ટ્વિસ્ટ લાવવા કહ્યું છે. જો કે શૉના પ્રૉડક્શન હાઉસે સ્ટોરીમાં કોઇ ફેરફાર નથી કર્યા. જો કે માનવામાં આવી રહ્યું છે કે મોનાના પાર્ટને જલ્દી પૂરું કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.

 
 
 
View this post on Instagram

Happpy diwali to all #friends #family #happiness #love #food #happyfaces #light

A post shared by Mona Singh (@monajsingh) onOct 26, 2019 at 10:57pm PDT

મુંબઇ મિરરના સૂત્રો દ્વારા જણાવ્યં કે પ્રૉડ્યૂસર્સે ખુશી-ખુશી મોનાના શેડ્યૂલને ઉપર વધારી દીધો છે અને તેના ભાગની શૂટિંગ ચાલી રહી છે કે જેથી તે પોતાના લગ્ન સમયે રજા પણ જઇ શકે. કે 26 દિવસોમાં પોતાનું શૂટિંગ શેડ્યૂલ પૂરું કરી લેશે અને 14 ડિસેમ્બર તેનો કામ કરવાનો છેલ્લો દિવસ હશે.

 
 
 
View this post on Instagram

Life is like a box of chocolates u never know what you're gonna get . Laal Singh Chadha #2020 #forestgump #runforestrun @_aamirkhan

A post shared by Mona Singh (@monajsingh) onNov 17, 2019 at 9:26pm PST

જણાવીએ કે કેટલાક સમય પહેલા મોના સિંહ કહ્યું હતું કે જો તે ક્યારે પણ લગ્ન કરશે તો તેની જાણ લોકોને અવશ્ય કરશે. મોનાએ કહ્યું હતું, "મેં ક્યારેય મારા અંગત જીવન વિશે વાત નથી કરી અને ક્યારેય કરીશ પણ નહીં. પણ એક વાત છે કે જે દિવસે હું લગ્ન કરીશ, હું ખુશી-ખુશી આખા વિશ્વને જણાવીશ."

આ પણ વાંચો : 'કુછ કુછ હોતા હૈ'ની આ એક્ટ્રેસ છે આટલી બોલ્ડ અને સેક્સી, જુઓ ફોટોઝ

મોના સિંહ ટીવી એક્ટર કરણ ઓબેરૉય અને કમાન્ડો એક્ટર વિદ્યુત જામવાલ સાથે રિલેશનિપમાં છે તેવી ચર્ચાઓ થઈ ચૂકી છે. મોનાના પ્રૉડેક્ટ્સની વાત કરીએ તો તે આમિર ખાનની ફિલ્મ લાલ સિંહ ચડ્ઢાની પણ શૂટિંગ કરી રહી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK