બર્થ-ડે બોય મિલિંદ સોમણે ન્યૂડ તસવીર શૅર કરીને ફૅન્સને આપી ભેટ

Published: 4th November, 2020 14:02 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

અભિનેતા 55મા જન્મદિવસની ગોવામાં ઉજવણી કરી રહ્યો છે

તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ
તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ

ભારતના ‘આર્યન મેન’ તરીકે ઓળખાતા મૉડેલ, અભિનેતા મિલિંદ સોમણ (Milind Soman) આજે એટલે કે 4 નવેમ્બરે તેનો 55મો જન્મદિવસની ઉજવી રહ્યો છે. 55 વર્ષનો હોવા છતાં મિલિંદ સોમણ ખૂબ જ ફીટ છે અને લોકોને ફિટનેસ ગોલ્સ આપે છે. તેમજ અભિનેતા હંમેશા કંઈક શોકિંગ કરવા માટે જાણીતો છે. આજે જન્મદિવસે પણ તેણે કંઈક આવું જ કર્યું છે અને ફેન્સને ભેટ આપી છે. બર્થ-ડે બોય મિલિંદ સોમણે ન્યૂડ તસવીર શૅર કરીને લોકોને ભેટ આપી છે.

મિલિંદ સોમણ ગોવામાં પત્ની અંકિતા કોનવર સાથે સમય પસાર કરી રહ્યો છે. ત્યારે તેણે બીચ પર દોડતી વખતે પોતાનો એક ફોટો શેર કર્યો છે. જેમાં તે ન્યૂડ છે. તેણે કોઈ કપડા પહેર્યા નથી. આ ફોટો શૅર કરવાની સાથે તેણે કૅપ્શનામં લખ્યું છે કે, ‘હેપ્પી બર્થડે ટુ મી’.  આ ફોટો તેની પત્ની અંકિતા કુંવરે ક્લિક કર્યો છે.

 
 
 
View this post on Instagram

Happy birthday to me ! . . . #55 📷 @ankita_earthy

A post shared by Milind Usha Soman (@milindrunning) onNov 3, 2020 at 7:59pm PST

તમને જણાવી દઈએ કે, આ પહેલીવાર નથી જ્યારે મિલિંદ સોમણે આ પ્રકારનો ન્યૂડ ફોટો સોશ્યલ મીડિયા પર શેર કર્યો હોય. આ પહેલાં, મિલિંદે એક પ્રખ્યાત બ્રાન્ડ માટે મૉડેલ મધુલ સાપ્રે સાથે ન્યૂડ ફોટોશૂટ કર્યું હતું. જે બહુ ચર્ચામાં રહ્યું હતું.

બર્થડે બોય મિલિન્દ અઠવાડિયામાં 3થી 4 વખત રનિંગ કરે છે. તેમણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તે 9 વર્ષની ઉંમરે જ નેશનલ સ્વિમિંગ ચેમ્પિયન હતા. ત્યારબાદ 23 વર્ષ સુધી સ્વિમિંગમાં એક્ટિવ પણ રહ્યા. સ્વિમિંગ છોડ્યા બાદ 38 વર્ષ સુધી કોઈ ફિઝિકલ એક્ટિવિટી ન કરી પણ તેનાથી તેના વજનમાં કઈ ફર્ક ન પડ્યો. 19 વર્ષની ઉંમરથી અત્યાર સુધી તેમનું વજન એકસરખું જ છે.

જોકે, બર્થ-ડે બૉયની આ નયૂડ તસવીરને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK