Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મીકા સિંહે પાક.માં પરફોર્મન્સ આપતા વિવાદ, ભારતીય ફેન્સ થયા નારાજ

મીકા સિંહે પાક.માં પરફોર્મન્સ આપતા વિવાદ, ભારતીય ફેન્સ થયા નારાજ

12 August, 2019 08:26 PM IST |

મીકા સિંહે પાક.માં પરફોર્મન્સ આપતા વિવાદ, ભારતીય ફેન્સ થયા નારાજ

મીકા સિંહે પાક.માં પરફોર્મન્સ આપતા વિવાદ, ભારતીય ફેન્સ થયા નારાજ


મોદી સરકાર દ્વારા જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાંથી આર્ટિકલ 370 હટાવ્યા પછી પાકિસ્તાન સાથે સંબંધોમાં તિરાડ જોવા મળી રહી છે. જમ્મુ કાશ્મીર અને લદ્દાખને કેન્દ્ર સાશિત પ્રદેશ જાહેર કર્યા પછી ભારત-પાકિસ્તાન વચ્ચેના સંબંધો વણસેલા છે ત્યાં પંજાબી સિંગર મીકા સિંહ કરાચીમાં પરફોર્મન્સ આપતા વિવાદમાં ફસાયો છે. પંજાબી સિંગર મીકાએ પાક.ના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફના ખાસ એવા કરાચીના એક અબજપતિની પુત્રીના લગ્નમાં પરફોર્મ આપ્યું હતું. મીકાએ 8 ઓગસ્ટના પરફોર્મન્સ આપતા લગ્નમાં ઉપસ્થિત મહેમાનોએ સોશિયલ મીડિયા પર વીડિયો શૅર કર્યા બાદ મીકા સામે લોકોનો ગુસ્સો જોવા મળી રહ્યો.

પંજાબી સિંગર મીકાને લઈને પાકિસ્તાનમાં પણ વિવાદ ઉપડ્યો છે. એકતરફ મીકાના પરફોર્મન્સ આપવાના કારણે ભારતીય ફેન્સ તેનાથી નારાજ છે ત્યારે પાકિસ્તાન વિપક્ષ પણ મીકાની એન્ટ્રીને લઈને સવાલો પૂછી રહ્યું છે. વિપક્ષ પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના સૈયદ ખુર્શીદ શાહે કહ્યું કે, આ બાબતે સરકાર તપાસ કરે કે બન્ને દેશ રાજદ્વારી અને વ્યાપાર સંબંધો ખતમ કરી ચૂક્યા છે તેવા સમયે મીકાને અને તેના 14 સભ્યને વિઝા અને સિક્યુરિટી ક્લિયરન્સ કેવી રીતે મળી ગયા? પાકિસ્તાનમાં ભારતીય ફિલ્મો, નાટકો અને શો પર પ્રતિબંધ છે અને જો વિઝા પહેલા આપવામાં આવ્યા હતા તો તે રદ થવા જોઇતા હતા.



પાકિસ્તાન મીડિયાના અનુસાર, વરરાજા મીકાનો ફેન હોવાથી લગ્નમાં તેનું લાઇવ પરફોર્મન્સ ઇચ્છતો હતો. વરરાજાની ઇચ્છા પૂરી કરવા બિઝનેસમેન સસરાએ ઉચ્ચ સંપર્કોનો ઉપયોગ કરી મીકાના બેન્ડને વિઝા અને સિક્યુરિટી ક્લિયરન્સ અપાવ્યા. માનવામાં આવી રહ્યું છે કે લાઈવ પરફોર્મન્સ આપવા માટે મીકાએ દોઢ લાખ ડોલર ફી લીધી છે. જોકે, તેના આ પરફોર્મન્સથી તેના ભારતીય પ્રશંસકો નારાજ થયા છે અને સોશિયલ મીડિયા પર આક્રોશ ઠાલવ્યો છે. સોશિયલ મીડિયા પર મીકા સામે ગુસ્સો ઠાલવતા એક ટિ્વટર યુઝરે લખ્યું, ‘ગદ્દાર, તને ધિક્કાર છે’ જ્યારે એક યુઝરે લખ્યું હતું કે, ‘પાકિસ્તાન કેમ ગયો? શું પૈસા દેશ કરતાં વધારે મહત્વના છે?’


Whatsapp-channel Whatsapp-channel

12 August, 2019 08:26 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK