Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ફૅન્સનાં પ્રેમનો હું કરજદાર છું, એને જાળવીને રાખીશ : બિગ બી

ફૅન્સનાં પ્રેમનો હું કરજદાર છું, એને જાળવીને રાખીશ : બિગ બી

22 November, 2019 11:41 AM IST | Mumbai

ફૅન્સનાં પ્રેમનો હું કરજદાર છું, એને જાળવીને રાખીશ : બિગ બી

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચન


અમિતાભ બચ્ચનનું કહેવું છે કે ફૅન્સ પાસેથી મળેલો પ્રેમ અને સ્નેહનાં તેઓ ઋણી છે. આ કરજને તેઓ કદી પણ ચુકવશે નહીં, પરંતુ પોતાની પાસે સંભાળીને રાખશે. આ વિશે વધુ જણાવતાં અમિતાભ બચ્ચને કહ્યું હતું કે ‘હું મારા ફૅન્સનો ખૂબ આભારી છું. મારા જીવનમાં આવેલા દરેક ઉતાર-ચડાવમાં તેઓ હંમેશાં મારી પડખે ઊભા રહ્યા છે. એથી એક વાત હું હંમેશાં કહીશ કે હું તમારા પ્રેમ અને સ્નેહનો કરજદાર છું. આ કરજ હું ચુકવવા નથી માગતો, કારણ કે એને હું હંમેશાં માટે મારી પાસે જાળવીને રાખવા માગુ છું.’

ગોવામાં ૫૦માં ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયાનાં ઉદ્‌ઘાટન સમારોહમાં તેઓ રજનીકાંત સાથે હાજર હતાં. તેમની સાથેનાં સંબંધો પર પ્રકાશ પાડતા અમિતાભ બચ્ચને કહ્યું હતું કે ‘હું રજનીકાંતને મારી ફૅમિલીનાં સદસ્ય તરીકે જ ગણું છું. અમે એક બીજાને સતત પજવ્યા કરીએ છીએ. એક બીજાને સલાહો પણ આપીએ છીએ. જોકે ક્યારેક અમે એક બીજાની સલાહોને પણ નથી સાંભળતા. આવા છે અમારા બન્નેનાં સંબંધો. તેમણે ખૂબ જ સારી શરૂઆત કરી હતી. આપણને તેઓ હંમેશાં દિવસ-રાત પ્રેરણાં આપતાં રહે છે.’



આ પણ વાંચો : અનુ મલિકે ઇન્ડિયન આઇડલ 11માંથી જજ તરીકે નામ હટાવી લેતાં સોના મોહપાત્રાએ કહ્યું...


ગોવા જવું ઘરે જવા બરાબર છે અમિતાભ બચ્ચન માટે

અમિતાભ બચ્ચનને લાગે છે કે તેમનાં માટે ગોવા જવુ ઘરે આવવા સમાન છે. ગોવામાં પચાસમાં ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયાની શરૂઆત તાજેતરમાં જ થઈ છે. અહીં ઇન્ડિયન પેનોરમા સેક્શન હેઠળ ૨૬ ફીચર અને ૧૫ નૉન-ફીચર ફિલ્મોની સ્ક્રીનિંગ થવાની છે. સાથે જ અમિતાભ બચ્ચનની ‘પા’, ‘શોલે’, ‘દીવાર’, ‘બ્લેક’, ‘પીકુ’ અને ‘બદલા’ની સ્ક્રીનિંગ થવાની છે. આટલુ જ નહીં આ ફેસ્ટિવલમાં ૭૬ દેશોની ૨૦૦ ફિલ્મો જોવાનો લ્હાવો પણ લોકોને મળશે. ૧૯૬૯માં અમિતાભ બચ્ચનની પહેલી ફિલ્મ ‘સાત હિન્દુસ્તાની’નું શૂટિંગ પણ ગોવામાં જ કરવામાં આવ્યું હતું. એ ફિલ્મમાં તેમણે એક સત્યાગ્રહીનું પાત્ર ભજવ્યું હતું, જે કિનારાનાં રાજ્યને મુક્ત કરાવવા માટે પોર્ટુગીઝ સામે જંગ લડે છે. ગોવા વિશે પોતાની લાગણી વ્યક્ત કરતાં અમિતાભ બચ્ચને કહ્યું હતું કે ‘ગોવા આવવું એટલે મારા માટે તો ઘરે આવવા જેવું છે. મારી પહેલી ફિલ્મનું શૂટિંગ પણ અહીં જ થયુ હતું. ત્યાર બાદ તો મને આ સુંદર સ્થળે કામ કરવાની અનેક તકો મળી હતી.’


Whatsapp-channel Whatsapp-channel

22 November, 2019 11:41 AM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK