સુશાંત સિંહ રાજપૂતના આ ડયૂપ્લિકેટને જોઈને રહી જશો દંગ

Updated: Jul 08, 2020, 18:00 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

અભિનેતાના નિધન પછી તેના જેવા જ દેખાતા આ શખ્સની સોશ્યલ મીડિયા ફૅન ફૉલોઈંગમાં વધારો થયો છે

સચિન તિવારી, સુશાંત સિંહ રાજપૂત
સચિન તિવારી, સુશાંત સિંહ રાજપૂત

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધનથી હજી પણ ફૅન્સ અને બૉલીવુડ શૉકમાં છે. તાજેતરમાં જ અભિનેતાની છેલ્લી ફિલ્મનું ટ્રેલર લૉન્ચ થતા પરિવારજનો, મિત્રો અને ફૅન્સ ફરી ગમગીન થયા છે. એટલું જ નહીં, સુશાંતના અનેક વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયા છે. દરમિયાન સુશાંત સિંહ રાજપૂતના ડયૂપ્લિકેટે સહુના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.

સુશાંત સિંહ રાજપૂત જેવા જ દેખાતા યુવાન સચિન તિવારીની અત્યારે સોશ્યલ મીડિયા પર બહુ ચર્ચા થઈ રહી છે. સચિન તિવારી સેમ ટુ સેમ સુશાંત સિંહ રાજપૂત જેવો જ દેખાય છે. તેનો દેખાવ અને સ્ટાયલ સુશાંતની યાદ અપાવે છે.

 
 
 
View this post on Instagram

A post shared by Sachin Tiwari (@officialtiwarisachin) onJun 24, 2020 at 12:09am PDT

અભિનેતાના નિધન બાદ સચિનના ઈન્સ્ટાગ્રામ ફૉલોઅર્સ દસ હજારથી વધી ગયા છે. આ બાબતે સચિને ફેસબુક પર લોકોને આભાર પણ માન્યો છે.

 
 
 
View this post on Instagram

A post shared by Sachin Tiwari (@officialtiwarisachin) onJun 25, 2020 at 10:55pm PDT

અનેક લોકો સચિનના ફોટો અને વીડિયો જોઈને તેમને સુશાંત સિંહ રાજપૂતનો હમશકલ કહી રહ્યા છે અને તેના લૂકને વખાણી રહ્યા છે. જ્યારે બીજી બાજુ કેટલાક લોકોનું કહેવું છે કે, સુશાંત સિંહ રાજપૂત એક જ હતો અને તેના સ્થાને કોઈ નહીં આવી શકે.

 
 
 
View this post on Instagram

A post shared by Sachin Tiwari (@officialtiwarisachin) onJun 29, 2020 at 6:43am PDT

સચિન તિવારી પણ સુશાંત સિંહ રાજપૂતને યાદ કરીને નવા વીડિયો શૅર કરતા રહે છે. જે જોઈને ચોક્કસ અભિનેતાની યાદ આવ્યા વગર નહીં રહે.

 
 
 
View this post on Instagram

A post shared by Sachin Tiwari (@officialtiwarisachin) onJun 28, 2020 at 1:38am PDT

જોકે, આવુ પહેલીવાર નથી બન્યું કે, કોઈ સેલેબ્ઝનો ડયૂપ્લિકેટ હોય. બૉલીવુડ સેલેબ્ઝ, ક્રિકેટર અને નેતાઓના પણ ડયૂપ્લિકેટ છે. જે સોશ્યલ મીડિયામાં બહુ એક્ટિવ છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK