Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અમદાવાદ: આ સ્ટારના ફાઈવ સ્ટાર હોટલના જમવામાં નિકળ્યા કિડા,જુઓ વીડિયો

અમદાવાદ: આ સ્ટારના ફાઈવ સ્ટાર હોટલના જમવામાં નિકળ્યા કિડા,જુઓ વીડિયો

25 August, 2019 07:38 AM IST |

અમદાવાદ: આ સ્ટારના ફાઈવ સ્ટાર હોટલના જમવામાં નિકળ્યા કિડા,જુઓ વીડિયો

અમદાવાદ: આ સ્ટારના ફાઈવ સ્ટાર હોટલના જમવામાં નિકળ્યા કિડા,જુઓ વીડિયો


ફિલ્મ અભિનેતા રાહુલ બોઝના કેળા કાંડ પછી ફાઈવ સ્ટાર હોટલના જમવાને લઈને અન્ય એક ઘટના સામે આવી છે. ફાઈવ સ્ટાર હોટલ્સના જમવાને લઈને વધુ એક વિવાદ સામે આવ્યો છે. ફિલ્મ આર્ટિકલ 375માં ભૂમિકા ભજવનારી અભિનેત્રી મીરા ચોપડાના જમવામાંથી કીડા નીકળ્યા હતા. ખાસ વાત એ છે કે, મીરા ચોપડા ફાઈવ સ્ટાર હોટલમાં રોકાઈ હતી ત્યારે આ ઘટના બની હતી.




મીરા ચોપડાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શૅર કર્યો છે. જેમાં મીરા ચોપડાએ કહ્યું હતું કે, તે અમદાવાદની ડબલ ટ્રી અમદાવાદ નામની હોટલમાં રોકાઈ હતી અને તેના જમવામાં કીડા નિકળ્યા હતાં. આ સાથે જ તેણે લખ્યું હતું કે, હોટલમાં સારી એવી કિંમત ચૂકવી છે અને તેના જમવામાં આ પ્રકારની બેજવાબદારીનું વર્તન કરવામાં આવ્યું.

આ કારણે તેમની તબિયત પણ ખરાબ થઈ રહી છે અને તે સદમામાં છે. તેણે FSSAIને પણ ફરીયાદ કરી હતી. તેણે સોશિયલ મીડિયા પર લખ્યું કે, કૃપા કરીને આની સામે કઠોર કાર્યવાહી કરવી જોઈએ હવે સ્વાસ્થ્ય સુરક્ષાના નિયમો ક્યા છે? ઉલ્લેખનીય છે કે, હાલમાં જ રાહુલ બોઝે હોટલે પણ પોસ્ટ કરી હતી જેમાં 2 કેળાની કિંમત 450 કરોડ રૂપિયા વસૂલ કરવામાં આવ્યા હતા. હવે મીરા ચોપડા સાથે આ રીતની ઘટના બની છે.


આ પણ વાંચો: Twitter એ આપી પ્રભાસને ગિફ્ટ, હવે 'Saaho'ને મળશે ખાસ હેશમોજી

મીરા ટૂંક સમયમાં આર્ટિકલ 375 ફિલ્મમાં નજર આવશે. આ ફિલ્મમાં મીરા ચોપડા સાથે રિચા ચઢ્ઢા અને અક્ષય ખન્ના મહત્વની ભૂમિકા ભજવી રહ્યાં છે. હાલમાં જ ફિલ્મનું પોસ્ટર જાહેર કરવામાં આવ્યું હતું.

Whatsapp-channel Whatsapp-channel

25 August, 2019 07:38 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK