Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Twitter એ આપી પ્રભાસને ગિફ્ટ, હવે 'Saaho'ને મળશે ખાસ હેશમોજી

Twitter એ આપી પ્રભાસને ગિફ્ટ, હવે 'Saaho'ને મળશે ખાસ હેશમોજી

24 August, 2019 07:34 PM IST |

Twitter એ આપી પ્રભાસને ગિફ્ટ, હવે 'Saaho'ને મળશે ખાસ હેશમોજી

Twitter એ આપી પ્રભાસને ગિફ્ટ, હવે 'Saaho'ને મળશે ખાસ હેશમોજી


બાહુબલી પછી સાઉથના સ્ટાર અભિનેતા પ્રભાસની ફેન ફોલોઈંગ હિન્દી સિનેમામાં પણ વધી રહી છે. આ જ કારણ છે પ્રભાસની અપકમિંગ ફિલ્મ સાહોને લઈને દેશભરમાં ફેન્સનું એક્સાઈટમેન્ટ જોરદાર છે. પ્રભાસની સાહો મેગાસ્ટારની સાથે સાથે મેગા બજેટ ફિલ્મ છે. ફિલ્મની રિલીઝ પહેલા ટ્વિટરે સાહો માટે એક ગિફ્ટની જાહેરાત કરી છે. ટ્વિટરે સાહો માટે ખાસ હેશમોજીની જાહેરાત કરી છે. ચાર ભાષાઓમાં રિલીઝ થનારી આ ફિલ્મને ટ્વિટર સ્પેશિયસ હેશટેગ મળી ગયું છે.

સાહોનું હેશમોજી ઈંગ્લિશની સાથે સાથે તેલુગુ ભાષામાં પણ બની રહ્યું છે. આ પહેલી વાર છે જ્યારે કોઈ તેલુગુ ફિલ્મને હેશમોજી મળ્યું છે. સાહો ફિલ્મ હિન્દી. તામિલ, તેલુગુ અને મલયાલમ ભાષામાં બની રહી છે. ફિલ્મમાં પ્રભાસ અને શ્રદ્ધા કપૂર સાથે નીલ નિતિન મુકેશ, ચંકી પાન્ડે, જેકી શ્રોફ, મંદિરા બેદી, અરુણ વિજય, મહેશ માંજરેકર જેવા સ્ટાર્સ પણ જોવા મળશે.



સાહો ફિલ્મે ધમાકેદાર કમાણીની શરૂઆત રિલીઝ પહેલા જ કરી છે. ડીએનએના એક અહેવાલ અનુસાર ફિલ્મ સાહોએ રિલીઝ પહેલા જ 320 કરોડની કમાણી કરી છે. રિપોર્ટ્સ અનુસાર પ્રભાસ અને શ્રદ્ધા કપૂર સ્ટારર આ એક્શન એન્ટરટેનર ફિલ્મના સેટેલાઈટ રાઈટ્સ 320 કરોડમાં વેચવામાં આવ્યાં છે. એટલે કે ફિલ્મની રિલીઝ પહેલા જ બજેટની ભારે-ભરકમ રકમની કમાણી કરી છે. આંધ્ર પ્રદેશમાં સિંગલ સ્ક્રિન્સમાં પણ ટિકિટ 200 રૂપિયાની કરી દિધી છે. ફિલ્મનું પ્રિ-રિલીઝ બુકિંગ પણ પૂરજોશમાં ચાલી રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

24 August, 2019 07:34 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK