Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Manohar Parrikar Biopic: ગોવાના પૂર્વ CM મનોહર પર્રીકર પર બનશે ફિલ્મ...

Manohar Parrikar Biopic: ગોવાના પૂર્વ CM મનોહર પર્રીકર પર બનશે ફિલ્મ...

14 December, 2019 02:40 PM IST | Mumbai Desk

Manohar Parrikar Biopic: ગોવાના પૂર્વ CM મનોહર પર્રીકર પર બનશે ફિલ્મ...

Manohar Parrikar Biopic: ગોવાના પૂર્વ CM મનોહર પર્રીકર પર બનશે ફિલ્મ...


ગોવાના પૂર્વ મુખ્યમંત્રી અને કેન્દ્રીય રક્ષા મંત્રી રહેલા દિવંગત મનોહર પર્રીકર પર ટૂંક સમયમાં જ એક ફિલ્મ બનવા જઈ રહી છે. મનોહર પર્રીકરની આ બાયોપિક માટે તેમના દીકરા ઉત્પલ પર્રીકરે પણ પરવાનગી આપી દીધી છે અને એક એગ્રીમેન્ટ સાઇન કર્યો છે. ફિલ્મનું નિર્માણ ગો ગોવા બોલીવુડ પ્રૉડક્શન તરફથી કરવામાં આવશે અને પ્રૉડક્શન હાઉસે ઉત્પલ પર્રીકર પાસેથી લીગલ રાઇટ્સને લઈને પણ વાત કરી લીધી છે.

કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મને આવતાં વર્ષે મનોહર પર્રીકરના જન્મદિવસે 13 ડિસેમ્બરના રિલીઝ કરવામાં આવી શકે છે. મેકર્સ તરફથી આપવામાં આવેલી માહિતી પ્રમાણે ફિલ્મનું નિર્માણ હિંદી અને કોંકણીમાં કરવામાં આવશે. પર્રીકરનું આ વર્ષે 17 માર્ચના કેન્સરથી લાંબી લડત બાદ નિધન થઈ ગયું હતું.



સમાચાર એજન્સી પીટીઆઇને પ્રૉડ્યુસર સ્વપ્નિલ શેતકરે જણાવ્યું કે ફિલમ પર્રીકરના રાજનૈતિક અને અંગત જીવન પર ફોકસ્ડ હશે. તેમણે જણાવ્યું કે ફિલ્મમાં પર્રીકરની ઉપલબ્ધિઓ સાથે વિવાદો પણ બતાવવામાં આવશે. સેતકરે જણાવ્યું કે ફિલ્મમાં પર્રીકરના વર્ષ 200માં પહેલી વાર મુખ્યમંત્રી બનવા પહેલાના અંગત જીવન વિશે વધારે ફોકસ હશે, જેના વિશે ખૂબ ઓછા લોકો જાણે છે.


આ પણ વાંચો : Divyanka Tripathi: જુઓ આ સીધી સાદી વહુનો છે આટલો મૉર્ડન અંદાજ

આ પણ કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મ પર ત્રણ વર્ષ પહેલાથી જ કામ શરૂ થઈ ચૂક્યું છે, જ્યારે તે દેશના રક્ષામંત્રીનું કારોબાર સંભાળતા હતા. જણાવીએ કે પર્રીકર 2014થી 2017 દેશના રક્ષામંત્રી રહ્યા હતા. જો કે, તેના પછી તેમણે 2017માં ગોવાના રાજકારણમાં કમબૅક કરી લીધું હતું, જ્યારે ગોવામાં બીજેપીને પૂર્ણ બહુમત મળ્યું ન હતું.


Whatsapp-channel Whatsapp-channel

14 December, 2019 02:40 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK