આવી રહી મલાઈકા અરોરા, કરિશ્મા કપૂરની ડેટ નાઈટ !!

મુંબઈ | Jun 06, 2019, 15:12 IST

તાજેતરમાં જ મલાઈકા, અમૃતા, અને કરિશ્મા કપૂરના ફોટોઝ સામે આવ્યા છે. જેમાં આ ગર્લ્સ ગેંગ લેટનાઈટ ગર્લ્સ ડેટ એન્જોય કરી રહી છે. કેટલાક પિક્ચર્સમાં અમૃતા અરોરાનો પતિ શકીલ લડાક પણ દેખાય છે.

આવી રહી મલાઈકા અરોરા, કરિશ્મા કપૂરની ડેટ નાઈટ !!
Image Courtesy: instagram

મલાઈકા અરોરા, અમૃતા અરોરા, કરિશ્મા કપૂર અને કરીના કપૂર કામ ખૂબ જ ગાઢ બહેનપણીઓ છે. આ ગેંગ સમયાંતરે સાથે ટાઈમપાસ કરતા કે પછી હેંગ આઉટ કરતા જોવા મળે છે. તાજેતરમાં જ મલાઈકા, અમૃતા, અને કરિશ્મા કપૂરના ફોટોઝ સામે આવ્યા છે. જેમાં આ ગર્લ્સ ગેંગ લેટનાઈટ ગર્લ્સ ડેટ એન્જોય કરી રહી છે. કેટલાક પિક્ચર્સમાં અમૃતા અરોરાનો પતિ શકીલ લડાક પણ દેખાય છે.

આ ત્રણેય એક્ટ્રેસે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝમાં ગર્લ્સ ગેંગના ટાઈમપાસના ફોટોઝ શૅર કર્યા છે. લાગે છે કે આ ત્રણેય લેડીઝે વીક એન્ડ શાનદાર રીતે એન્જોય કર્યો છે. જુઓ તેમની કેટલી ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝ, જેમાં તેઓ ફુલ ઓન મસ્તી કરતા દેખાઈ રહ્યા છે.

અમૃતા અરોરાએ એક ફોટો શૅર કર્યો જેમાં તે કરિશ્મા કપૂર અને મલાઈકા અરોરા સાથે એક રેસ્ટોરન્ટમાં દેખાઈ રહી છે. તેણે આ ફોટો શાથે 'લવ'નું કેપ્શન આપીને હર્ટનું ઈમોજી પણ મૂક્યુ છે.

malaika amrita karishma

કરિશ્મા કપૂરે પણ એક ફોટો શૅર કર્યો છે, જેમાં તે અમૃતાને કિસ કરતી અને મલાઈકા તેને કિસ કરતી દેખાઈ રહી છે. આ ફોટોમાં કરિશ્માએ લખ્યું છે,'ફન વીથ ધ ગર્લીશ. મિસિંગ બેબો'

malaika amrita karishma

આ ગર્લ્સ ગેંગ ચિલના એટલા મૂડમાં હતી કે ત્રણેયે એક બીજા પર ખૂબ જ પ્રેમ વરસાવ્યો છે અને સાથે ખૂબ મસ્તી કરી છે. મલાઈકા અરોરાના પાઉટ પોઝ દરમિયાન કરિશ્માનો તેને કિસ કરતો ફોટો પણ ક્યુટ લાગી રહ્યો છે.

malaika amrita karishma

તો આ દરમિયાન અમૃતા અરોરાના પતિ શકીલ લડાકે પણ આ લેડીઝ ગેંગને જોઈન કરી તેમની સાથે ફોટા પડાવ્યા હતા. કરિશ્મા કપૂરે શકીલ લડાક સાથે ફોટો શૅર કરીને લખ્યું,'બ્લાઈન્ડેડ બાય ધી બ્યુટીઝ' સાથે કરિશ્માએ વિંક અને હસતું ઈમોજી મુક્યુ છે.

malaika amrita karishma

આ ફોટોમાં ત્રણેય બ્યુટીફુલ ગર્લ્ઝ કેઝ્યુલ લૂકમાં જ મસ્તી કરવા તૈયાર દેખાઈ રહી છે.

malaika amrita karishma

કરિશ્મા કપૂરે પણ શકીલ સાથે એક ફોટો શૅર કર્યો છે, જેમાં તેણે લખ્યું છે,'વીથ ધ મેઈન મેન'

આ પણ વાંચોઃ એક સમયે આવા લાગતા હતા જૅકી શ્રોફ, જુઓ અનસીન ફોટોઝ

વર્ક ફ્રંટની વાત કરીએ તો કરિશ્મા કપૂર ટૂંક સમયમાં જ ડિજિટલ પ્લેટફોર્મ પર ડેબ્યુ કરવાની છે. કરિશ્મા કપૂર મેન્ટલહૂડ નામની વેબસિરીઝનું શૂટિંગ કરી રહી છે. મલાઈકા અરોરા જેનિફર લોપેઝ સહિતના જાણીતા સ્ટાર્સ સાથે મળીને ભારતમાં સર્વ નામનું યોગા અને વેલનેસ સ્ટાર્ટ અપ શરૂ કરવા જઈ રહી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK